સુરત | નવેમ્બર ૨૦૨૫
વિશ્વકર્મા સમાજ માટે ગૌરવની ક્ષણરૂપ સમાચાર છે કે ડૉ. કેતનકુમાર દેવેન્દ્રભાઈ પંચાલ (વિશ્વકર્મા) — જે મૂળ ઉત્તર ગુજરાતના ચાણસ્મા શહેર (જિ. પાટણ)ના વતની છે અને હાલમાં પરિવાર સાથે સુરતમાં સ્થાયી છે — તેમને તાજેતરમાં ધી ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) ના South Gujarat Local Centre ના ચેરમેન તરીકે ૨૦૨૫થી ૨૦૨૭ સુધી માટે પસંદ કરવામાં આવ્યા છે.
ડૉ. કે.ડી. પંચાલ હાલમાં એસ. એન્ડ એસ.એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરતમાં મિકેનિકલ વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપરાંત તેઓ એજ્યુકેશન વિભાગના પ્લેસમેન્ટ સેલમાં ઝોન-૪ ના સબ ઝોનલ ઓફિસર તરીકે પણ સેવા આપી રહ્યા છે.
તેઓ વિદ્યાદિપ યુનિવર્સિટીમાં ચીફ એડવાઈઝર તરીકે કાર્યરત છે, તેમજ Inspire Skill Foundation અને Phillips Machine Tools USA જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે પણ ચીફ એડવાઈઝર તરીકે જોડાયેલા છે.
વિશ્વકર્મા સમાજના અગ્રણી અને વિશ્વકર્મા કનેક્ટના પ્રણેતા તરીકે તેમની આગવી ઓળખ છે. સમાજના શિક્ષિત અને પ્રગતિશીલ ચહેરા તરીકે ડૉ. કે.ડી. પંચાલનું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે.
સમસ્ત વિશ્વકર્મા સમાજ તેમની આ સિદ્ધિ પર હર્ષ અનુભવે છે અને તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે.
ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ સતત પ્રગતિના નવા શિખરો સર કરતા રહે.
🕉️ શિક્ષિત સમાજ વિકસિત સમાજ
માહિતી : અશોકભાઈ આર. પીઠવા (વિશ્વકર્મા), વલ્લભ વિદ્યાનગર
