શ્રી ગજજર સુથાર છાસઠ ગોળ સમાજ ટ્રસ્ટની દ્વીવાર્ષિક સભા મા ચીફ ગેસ્ટ ગુ.રા.બાળ અધિકાર સરંક્ષણ આયોગ ના અધ્યક્ષ શ્રી,આદરણીય ધર્મિષ્ઠાબેન દ્વારા અસરકારક અને વિચારપ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમના પ્રવચનમાં મુખ્યત્વે બે અગત્યના મુદ્દાઓ પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો:
1. જીવન સહાય યોજના વિષે સકારાત્મક વિચારો:
ધર્મિષ્ઠાબેનએ જીવન સહાય યોજનાના મહત્ત્વ, તેના લાભો અને સમાજના દરેક સભાસદ માટે આ યોજના કેવી રીતે સુરક્ષા અને સહાયરૂપ બને છે તેની સમજણ સરળ શબ્દોમાં આપી. યોજનાની પારદર્શિતા, જવાબદારી અને સમાજિક એકતાને તેમણે વિશેષ રીતે ઉજાગર કર્યા.
2. બાળ અધિકાર વિષે વિસ્તૃત માહિતી:
તેમના પ્રવચનમાં બાળ અધિકારો અંગે વિસ્તૃત અને અગત્યની માહિતી રજૂ કરવામાં આવી. બાળકોના શિક્ષણ, સન્માન, સુરક્ષા અને સંરક્ષણ વિશેની કાનૂની કલમો તેમજ માતા-પિતા અને સમાજની ભૂમિકા જેવી બાબતોને તેમણે સરળ ભાષામાં સમજાવી. સમાજમાં બાળ અધિકારના પ્રચાર-પ્રસારની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો. આદરણીય,ધર્મિષ્ઠાબેનનું પ્રવચન સમાજના સભ્યો માટે જાણકારીસભર અને માર્ગદર્શક સાબિત થયું. સમાજ તરફથી તેમના યોગદાન માટે ટ્રસ્ટ વતી પ્રમુખ શ્રી ધ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(રિપોર્ટ : રમેશભાઈ કે. ગજ્જર, કલોલ)
