પ્રાચીન ભારતીય નગર આયોજનમાં વિશ્વકર્મા વંશજોનું દિવ્ય અને તકનીકી યોગદાન

પ્રાચીન ભારતીય નગર આયોજનમાં વિશ્વકર્મા વંશજોનું દિવ્ય અને તકનીકી યોગદાન


ભારતીય ઇતિહાસ અને પુરાણોમાં, ભગવાન વિશ્વકર્માને માત્ર એક દેવતા તરીકે નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડના મૂળ સ્થપતિ અને આદ્ય એન્જિનિયર તરીકે પૂજવામાં આવે છે. તેમના વંશજો, જેઓ આજે વિવિધ કારીગરી સમુદાયોમાં વહેંચાયેલા છે, તેમણે પ્રાચીન ભારતીય સભ્યતાના નગર આયોજન, સ્થાપત્ય અને તકનીકી વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આજે આ લેખ રજૂ કરી રહ્યો છું તેમાં તેમના યોગદાનને ઊંડાણપૂર્વક રજૂ કરી રહ્યો છું.


ભગવાન વિશ્વકર્માને ઋગ્વેદમાં "ભુવનસ્ય કર્મા" (વિશ્વના સર્જનકર્તા) તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેઓ કલા, શિલ્પકલા અને યંત્રવિજ્ઞાનના પરમ આચાર્ય છે. આવો જાણીએ તેમના પાંચ મહાન વંશજો અને તેમની વિશિષ્ટતા વિશે જે અતિ મહત્ત્વપૂર્ણ જાણકારી સાથે રજૂ કરું છું. 


વિશ્વકર્માના પાંચ મુખ્ય પુત્રો એમાં મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી, વિશ્વજ્ઞ (દૈવજ્ઞ) દ્વારા સ્થાપિત શિલ્પકલાની પાંચ શાખાઓ જે પંચ શિલ્પ પણ કહેવાય છે, એ જ પ્રાચીન નગર આયોજનનો આધાર બની હતી. 


મનુ પુત્ર દ્વારા લૌહ કર્મ (લુહાર) એટલે ધાતુવિજ્ઞાન, શસ્ત્રોનું નિર્માણ, દરવાજાની ફિટિંગ, કિલ્લાઓ માટે મજબૂત માળખાં જેવી લૌહ પધ્ધતિ દ્વારા કાર્ય કરતા હતા અને કરે પણ છે. 


મય પુત્ર દ્વારા કાષ્ઠ કર્મ (સુથાર) એટલે લાકડાના માળખાં, જહાજ નિર્માણ, ભવન નિર્માણની ડિઝાઈન અને ફર્નિચર જેવા કાષ્ઠ પધ્ધતિ ના કાર્ય કરતા હતા અને હાલમાં પણ તેઓ કરે છે. 


ત્વષ્ટા પુત્ર દ્વારા કાંસ્ય કર્મ (તાંબટ/કાંસ્યકાર) એટલે મૂર્તિઓ, ધાર્મિક પાત્રોનું નિર્માણ, ધાતુના પાઇપ અને ગટર વ્યવસ્થાના ભાગો ના કાર્યો માં નિપુણ રીતે કાર્ય કરતા હતા અને હાલમાં કરે છે. 


શિલ્પી પુત્ર દ્વારા પાષાણ કર્મ (પથ્થર ઘડનાર) મંદિર નિર્માણ, કિલ્લાની દીવાલો, રસ્તાઓનું ફરસબંધી, જળાશયોનું બાંધકામ અને મુખ્ય નિર્માણ વ્યવસ્થા નું કાર્ય કરતા હતા અને હાલમાં કરી રહ્યા છે. 


વિશ્વજ્ઞ પુત્ર જે દૈવજ્ઞ તરીકે પણ ઓળખાય છે તેના દ્વારા સુવર્ણ કર્મ (સોની) એટલે આભૂષણો, મંદિરોમાં સોનાનું કોતરણી કામ, રાજમહેલોનું સુશોભન અને વિદેશી દેશી હીરા ઝવેરાત ના પરખ અને તેના ઘડામણ માટે ના કાર્ય કરતા હતા અને કરે છે. 


આ પાંચેય શાખાઓના સહિયારા પ્રયાસોથી જ એક સુવ્યવસ્થિત અને સુંદર નગરનું નિર્માણ શક્ય પ્રાચીન સમયમાં બનતું હતું હાલમાં પણ આ પાંચ કૌશલ વગર કોઈપણ નિર્માણ શક્ય નથી. 


*વાસ્તુશાસ્ત્ર એક નગર આયોજનનો મૂળભૂત આધાર -*

વિશ્વકર્મા વંશજોનું સૌથી મોટું યોગદાન વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનું અમલ છે. આ કોઈ સામાન્ય બાંધકામની પદ્ધતિ નથી, પરંતુ તે ભૌગોલિક સ્થિતિ, ખગોળશાસ્ત્ર અને માનવ ઊર્જાના સંતુલન પર આધારિત વિજ્ઞાન છે.


*દિશા નિર્ધારણ :* નગરો અને ઇમારતોનું નિર્માણ હંમેશા સૂર્યના પરિભ્રમણ અને ચુંબકીય ઉત્તર દિશાને ધ્યાનમાં રાખીને થતું હતું, જેથી મહત્તમ કુદરતી પ્રકાશ અને ઊર્જાનો ઉપયોગ થઈ શકે.


*ભૂમિ પરીક્ષણ :* નગર વસાવતા પહેલા ભૂમિની ગુણવત્તા, જળસ્તર અને ભૂકંપીય સ્થિરતાનું વિગતવાર પરીક્ષણ કરવામાં આવતું હતું.


*મંડલા પદ્ધતિ :* પ્રાચીન નગરો જેમ કે જયપુર (નવા યુગમાં), ભુવનેશ્વર અને અયોધ્યા ચોક્કસ મંડલ (ચોરસ ગ્રીડ) પદ્ધતિ પર આધારિત હતા. આ પદ્ધતિમાં નગરના કેન્દ્રમાં ધાર્મિક અને વહીવટી માળખું જે બ્રહ્મસ્થાન તરીકે કહી શકાય અને તેની આસપાસના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોનું સુવ્યવસ્થિત આયોજન થતું હતું.


*અષ્ટ-દિશા રક્ષણ :* નગરના આઠ દિશાઓમાં રક્ષણાત્મક માળખાં જેમ કે મંદિર અથવા કિલ્લાના બુરજ બનાવવામાં આવતા હતા, જે પૂર્ણાહુતિનું પ્રતીક હતું.


*તકનીકી વિકાસ અને માળખાકીય ઉત્કૃષ્ટતા -*

વિશ્વકર્મા વંશજો માત્ર શિલ્પકાર નહોતા, પણ ઉત્તમ ઇજનેરો પણ હતા, જેમણે જટિલ માળખાકીય દરેક સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું.


*ગટર અને ડ્રેનેજ સિસ્ટમ :* હડપ્પન સંસ્કૃતિના નગરોમાં જોવા મળતી અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા જેના નિર્માણનો શ્રેય ખરેખર તે સમયના કારીગરોને જાય છે પ્રાચીન વિશ્વમાં સૌથી અદ્યતન હતી. આ ગટરો ઢાળવાળી હોવાથી પાણીનો પ્રવાહ સરળતાથી જળવાઈ રહેતો.


જળાશયો અને તળાવો :* કિલ્લાઓ અને નગરોની અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મજબૂત પથ્થરોનો ઉપયોગ કરીને મોટા તળાવો અને કુંડનું નિર્માણ કરવામાં આવતું હતું.


પરિવહન માટે રાજમાર્ગો : નગરોની અંદરના રસ્તાઓ એટલે રાજમાર્ગો ને પહોળા અને સારી રીતે જાળવવામાં આવતા હતા, જે વેપાર અને સંચાર માટે આવશ્યક હતા.


*કિલ્લાઓ :* કિલ્લેબંધીવાળી દીવાલોના નિર્માણમાં પથ્થરોને એકબીજામાં ઇન્ટરલોક કરવાની તકનીકનો ઉપયોગ થતો હતો, જેથી તે ભૂકંપ અને હુમલાઓ સામે ટકી શકે.


પૌરાણિક નગરોના ઉદાહરણોમાં યોગદાન વિશે આપ સૌ જાણો છો. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં, વિશ્વકર્મા અને તેમના વંશજો દ્વારા નિર્મિત મહાન નગરોની ગાથાઓ છે, જે આયોજનના માસ્ટરપીસ ગણાય છે. સુવર્ણ લંકા જે કલાત્મક ભવ્યતા અને સમૃદ્ધિનું પ્રતીક કહી શકાય. દ્વારકા નગરી ની વાત કરીએ તો સમુદ્રમાં ડૂબી ગયેલું એક એન્જિનિયરિંગ અજાયબી કહેવાય આ નગરને ષટ્કોણીય અથવા અષ્ટકોણીય આકારમાં બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે, જે દરિયાઈ મોજાં સામે સ્થિરતા પ્રદાન કરે છે. ઇન્દ્રપ્રસ્થ અને માયા સભા વિશે સાંભળ્યું હશે જે આજની દિલ્લી તરીકે પ્રખ્યાત છે. મહાભારત અનુસાર, મય દાનવ (દાનવો ના શિલ્પી વિશ્વકર્મા) દ્વારા નિર્મિત માયા સભા તેની અસાધારણ આંતરિક ડિઝાઇન અને ભ્રમણા પેદા કરતી રચનાઓ માટે જાણીતી હતી, જે ઉચ્ચ સ્તરના સ્થાપત્ય કૌશલ્યનું પ્રતીક છે.


*કાયમી વારસો અને વર્તમાન પ્રાસંગિકતા -*

વિશ્વકર્મા વંશજોનો વારસો માત્ર મોટા નગરો કે મંદિરો પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતીય કારીગરી અને હસ્તકલામાં આજે પણ જીવંત છે. જેની ઉપર નજર કરીએ તો વિશિષ્ટતા વર્ણન કરવામાં ઘણું ઓછું પડે એમ છે. 


*કારીગરીનો વારસો :* આજે પણ ભારતના નાના ગામડાઓ અને શહેરોમાં આ સમુદાયના લોકો પરંપરાગત રીતે લુહાર, સુથાર, શિલ્પી, કડિયા અને સોની તરીકે કાર્ય કરે છે. તેઓ પેઢી દર પેઢી પ્રાપ્ત થયેલા માપ અને પ્રમાણના જ્ઞાનનો ઉપયોગ કરે છે, જે પ્રાચીન સમયમાં નગર આયોજન અને મંદિર નિર્માણનો મુખ્ય ભાગ હતો.


*ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાનો સુમેળ :* તેમનું કાર્ય એ વાતનો પુરાવો છે કે પ્રાચીન ભારતમાં એન્જિનિયરિંગને માત્ર એક ભૌતિક કાર્ય નહીં, પરંતુ આધ્યાત્મિક અને દિવ્ય કાર્ય તરીકે જોવામાં આવતું હતું, જ્યાં નગરનું આયોજન માનવના કલ્યાણ અને પ્રકૃતિના સંતુલન માટે હતું.


આમ, વિશ્વકર્મા વંશજોએ માત્ર ઇમારતો જ નહીં, પણ એક એવી સભ્યતાનું નિર્માણ કર્યું, જે તકનીકી રીતે અદ્યતન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હતી. આવી વિરાસત અને વંશાનુગત મળેલ કલા અને કૌશલ્ય ના આજના યુગમાં જરુર છે આજની મશીન ટેકનોલોજી સામે કૌશલ્ય બુધ્ધિ જ એક રસ્તો દેખાય છે. જેનો ઉપયોગ કરવો જરૂરી થઈ પડ્યો છે.


લેખક - મયુરકુમાર મિસ્ત્રી

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું