શ્રી ભારતી આશ્રમ,કેવડીયા આયોજિત શ્રી રામચરિત માનસ કથા પારાયણ તથા શ્રીરામ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન
bySV NEWS-
0
તાજેતરમાં પવિત્ર ભૂમિ નર્મદા જિલ્લાના કેવડીયાના ગોરા ઘાટ સ્થિત *શ્રી ભારતી આશ્રમ* માં પરમ પૂજ્ય બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સ્વામીશ્રી વિશ્વંભર ભારતીબાપુ અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સ્વામીશ્રી હરિહરાનંદ ભારતી મહારાજના આશિવાર્દથી તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાના સંત મહાત્માઓ , ભારતી આશ્રમ મહિલા મંડળ , સેવક પરિવાર અને દાતાશ્રીઓના સાથ સહકારથી તારીખ ૩૦ નવેમ્બર ૨૦૨૫ થી તારીખ ૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન ભવ્યાતિ ભવ્ય શ્રી રામચરિત માનસ કથા પારાયણ* તથા *શ્રીરામ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ* નુ સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયુ.મુળ ખાંભાના હાલ મુંબઈમાં વસતા મકવાણા પરિવાર દ્વારા તથા સ્વ. પિતાશ્રી રાઘવજીભાઇ હરિભાઈ મકવાણા અને સ્વ.માતૃશ્રી કંચનબેન રાઘવજીભાઇ મકવાણાના સ્મરણાર્થે તેઓના સુપુત્રો દ્વારા *કથા તથા યજ્ઞના મુખ્ય યજમાન* બની ભક્તિભાવ પૂર્વક પોથીયાત્રા કાઢી કથા દરમ્યાનના શિવ પાર્વતી વિવાહ , રામ જન્મોત્સવ , અહલ્યા ઉધ્ધાર , ધનુષ્ય ભંગ , રામ વિવાહ , કેવટ પ્રસંગ , શ્રી ભરત મિલાપ , હનુમંત પ્રાગટ્ય , રામેશ્વર પૂજા , રામ રાજ્ય અભિષેક જેવા વિવિધ પ્રસંગોનુ રસપાન સુપ્રસિધ્ધ આંતરરાષ્ટ્રીય કથાકાર ભાગવત -ભૂષણ માનસ મર્મજ્ઞ પૂ.શાશ્ત્રીશ્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ દ્વારા શ્રોતાગણ સાથે માણી ધન્યતાનો અનુભવ કર્યો.
કથાની સાથે સાથે સતત ત્રણ દિવસથી ચાલી રહેલ યજ્ઞની પૂર્ણાહુતિ સહ ભગવાન શ્રીરામ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયો.આ મહોત્સવમાં ગુજરાત ભરની અનેક ધાર્મિક સંસ્થાના આગેવાનશ્રીઓ ,વિવિધ આશ્રમના સંત મહાત્માશ્રીઓ , વિવિધ જ્ઞાતિ મંડળના પ્રતિષ્ઠિત આગેવાનશ્રીઓ ,રાજકીય આગેવાનશ્રીઓ , સરકારી અધિકારીઓ , મહિલા મંડળ ,ભારતી આશ્રમ સેવક પરિવાર , કેવડીયા તથા આસપાસના સ્થાનિકજનોએ ભોજન સાથે ભક્તિનો લ્હાવો લીધો.સમસ્ત કથા દરમ્યાન રોજ રોજ ચા -નાસ્તા તથા ભોજનની વ્યસ્થા દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી હતી.રોજ સાંજે શ્રોતાજનો માટે સંતવાણીનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.શ્રી ભારતી આશ્રમ , કેવડીયા દ્વારા યજમાનશ્રીઓ , દાતાશ્રીઓ અને આમંત્રિત મેહમાનોને શાલ ઓઢાડી નર્મદા દેવીની ફોટોફ્રેમ અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા.હાજર સૌ એ પોતાની જાત માટે ધન્યતા અનુભવી.ભારતી આશ્રમનાં સંત મહાત્માઓ , મહિલા મંડળ , સેવક પરિવાર તથા વિવિધ સમાજનાં આગેવાનોએ આ મહોત્સવને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.
આ કથા તથા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ સફળ સ્ટેજ સંચાલન શ્રી કેતન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ
માહિતી : અશોકભાઈ આર.પીઠવા વિશ્વકર્મા , વલ્લભ વિદ્યાનગર ,