“ડૉ. અંકિતા માંડવિયા દ્વારા શ્રી ક્લિનિકનો પ્રારંભ – સ્વાસ્થ્યની નવી શરૂઆત”


રાજકોટ:

બગસરા (અમરેલી) નજીકના હનુમાન ખીજડીયા ગામના મૂળ વતની અને અમદાવાદની પારુલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર ડૉ. અંકિતા અશ્વિનભાઈ માંડવિયાએ રાજકોટમાં પોતાનું પ્રથમ દવાખાનું ‘શ્રી ક્લિનિક’ શરૂ કર્યું છે. ગુજરાતના રાજકોટ ગુર્જર સુથાર સમાજમાં મહિલા ડોક્ટર દ્વારા કદાચ પ્રથમ વખત દવાખાનું શરૂ થયું હોવાના કારણે સમાજમાં ગૌરવનો માહોલ છે.

ડૉ. અંકિતા એ. માંડવિયા (BHMS, CCH) ફેમિલી ફિઝિશિયન તરીકે સેવા આપશે. સવારે 9:30 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4 થી 8:30 વાગ્યા સુધી ક્લિનિક ખુલ્લું રહેશે. દવાખાનામાં સ્ત્રીરોગ, બાળરોગ, ચામડીના રોગો, તેમજ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પાચનતંત્ર, શ્વાસ, હૃદય સ્વાસ્થ્ય અને એલર્જી નિયંત્રણ જેવી સારવાર ઉપલબ્ધ છે.

ઉપલબ્ધ સુવિધાઓમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ, ઓક્સિજન લેવલ ચકાસણી, નેબ્યુલાઇઝર, ડ્રેસિંગ, ટાંકા, બાટલો ચડાવવાની સુવિધા, આહાર માર્ગદર્શન, યોગ-પ્રાણાયામ માર્ગદર્શન અને હોમ વિઝિટ સેવાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને, રવિવારે સવારે 10 થી 12 વાગ્યા સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની મફત તપાસ કરવામાં આવશે.

📍 સરનામું: શ્રી ક્લિનિક, અંકુર વિદ્યાલયની બાજુમાં, અંકુર નગર મેઈન રોડ, રાજકોટ

📞 સંપર્ક: 8160174409

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું