રાજકોટમાં સોનમ ગરબા ૨૦૨૫ મહોત્સવમાં રાજુભાઈ લોઢીયા દ્વારા આયોજકોનું સન્માન

રાજકોટ:

રાજકોટમાં તા. ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબા ૨૦૨૫ મહોત્સવમાં વિશ્વકર્મા વંશજ અને સોની સમાજના અગ્રણી તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી રાજુભાઇ લોઢીયાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજુભાઈ લોઢીયાએ રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ ઝા, શ્રી ડી.વી. રાણા (પિન્ટુભાઈ ખાટડી), ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં માતાજીની આરાધના કરી આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો.

મહોત્સવના સુંદર આયોજનથી પ્રભાવિત થઈને રાજુભાઈ લોઢીયાએ વિશ્વ વણિક સંગઠનના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ એમ. શેઠ, જૈન વિઝન ટીમના સંયોજક શ્રી મિલનભાઈ કોઠારી, શ્રી જયેશભાઈ શાહ (સોનમ ક્વાર્ટ્ઝ), શ્રી સુનિલભાઈ શાહ (ઇક્નો બ્રોકિંગ), શ્રી અજિતભાઈ જૈન (પ્રોજેક્ટ ઇન્ચાર્જ), દીપકભાઈ કરચલીયા તથા અન્ય અગ્રણીઓને માતાજીનું પ્રતીકરૂપે તલવાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

આ અનોખી ઘટનાને હાજર સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સાથે સાથે આયોજકો દ્વારા ખેલૈયાઓ માટે અનેક ઇનામો તથા મેગા ફાઈનલનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું, જેના કારણે ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આલેખન: અશોકભાઈ પીઠવા, વલ્લભ વિદ્યાનગર

રિપોર્ટ : રાજુભાઈ લોઢીયા, રાજકોટ 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું