શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા 2 ઓક્ટોબર વિજ્યા દશ્મીના દિવસે વિશ્વકર્મા સમાજના લેખક-કવિ મિત્રોનું અમદાવાદમાં યોજાયું સંમેલન
તારીખ 2- ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા પ્રદેશ અધ્યક્ષ નિલેશભાઈ કનાડીયાની હાજરીમા તેમજ પીન્ટુભાઇ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કવિ અને લેખકોમિત્રોનું સ્નેહમિલન સંમેલન યોજાયું.
આ પ્રસંગે આ કાર્યક્રમમાં મંચસ્થ સ્થાને બાળ અધિકાર સરક્ષણ કમિશનના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિક કલેકટર શ્રી શાંતિલાલ એ.ડોડીયા તથા કોણાર્ક ઇન્ડસ્ટ્રીજ તેમજ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પી. પીઠવા તથા વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત તેમજ લેખક ડૉ.સ્મિતાબેન સુથાર તથા સંસ્થાના સંસ્થાપક શ્રી મયુરભાઈ મિસ્ત્રી તથા કાવ્ય સ્પર્ધાના નિર્ણાયક ડો. કુંતલભાઈ પંચાલ બિરાજ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના સામાજિક અગ્રણી તથા રાજકીય અગ્રણી, પત્રકાર શ્રી તેમજ રાજ્યભરમાંથી લેખન સાહિત્ય સાથે સંકળાયેલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી બાબુભાઇ મિસ્ત્રી- પ્રમુખ શ્રીવિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ-વલસાડના પ્રમુખ કાવ્ય સ્પર્ધાના સ્મુતિ ચિન્હના સહયોગી બન્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા-2025 ના શ્રેષ્ઠ કાવ્ય કાવ્ય લખનાર 10 વિજેતાશ્રીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.તેમજ આ કાર્યક્રમ દરમિયાન શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદના નામનું તેમજ સંસ્થાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું તથા કારોબારી સભ્યશ્રીઓને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યકમનુ સંચાલન લેખક શ્રી કિંજલબેન પંચાલે કર્યું હતું,સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કાવ્ય સ્પર્ધાના સંયોજક ડો. કોસ્મિકાબેન પંચાલ તેમજ મહુવાથી પધારેલ લેખક શ્રી આરતીબેન પરમાર તેમજ જામનગરથી પધારેલ મિત્તલબેન રાઠોડ અને કારોબારી શ્રી પરમભાઈ જોલાપરા દ્વારા કરવામાં આવ્યું હતું.
"રામસેતુ એજ નલસેતુ" કાવ્ય સ્પર્ધાના વિજેતાયાદી
- શ્રેષ્ઠ પાંચ પુરુષ વિજેતાઓ
(1) મનોજકુમાર પંચાલ (ધોળકા)
(2) તૃષાંગ કવા (સુરત)
(3) વિશ્વકર્મા તેજસ (વસઈ ડાભલા)
(4) વાઘેલા કેતન (વિરમગામ)
(5) બામરોલીયા દેવલ (રાજકોટ)
- શ્રેષ્ઠ પાંચ મહિલા વિજેતાઓ
(1) તેજલબેન સુથાર આણંદ
(2) ભૂમિકા ડોડીયા- સાવરકુંડલા
(3) હર્ષિદા કવા- વેરાવળ
(4) કીર્તિ કવૈયા- વડોદરા
(5) ઈલા મિસ્ત્રી- અમદાવાદ
આ સંસ્થાનો ઉદ્દેશ શ્રી વિશ્વકર્મા પ્રભુ દ્વારા થયેલા કાર્યો અને તેમના દ્વારા સર્જન થયેલા શિલ્પ સ્થાપત્યો, મહેલો,ભવનો તેમજ નગરો અંગેનું સાહિત્ય અને શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો ખુબ બહોળો પ્રચાર થાઈ તે હેતુ સાથે સંસ્થા કાર્યરત છે,વિવિધ સ્પર્ધાના માધ્યમથી અને આપણી પ્રાચીન સ્થાપત્યો અને ધરોહરો ને ઉજાગર કરવા માટે આપણે સતત સંસ્થા પ્રયત્નશીલ છીએ.શ્રીવિશ્વકર્મા પ્રભુના પાંચેય પુત્રોને સાથે લઇ કામ કરતી આ સંસ્થા છે હવે અખિલ ભારત સ્તરે કામ કરશે.
(રીપોર્ટ : મયુરભાઈ મિસ્ત્રી)


