એક સમયની વાત છે. એક નાનકડા શહેરમાં એક ગરીબ લુહાર પરિવાર રહેતો હતો. જીવનમાં અનેક તકલીફો હોવા છતાં પરિવાર સંઘર્ષથી જીવી રહ્યો હતો. ઘરમાં માતાપિતા, ચાર બહેનો અને એક નાનો ભાઈ એમ સાત જણાનું જીવન અનેક સંઘર્ષ અને કઠિનાઈઓ વચ્ચે પસાર થતું હતું.
આ પરિવારમાંનો નાનો ભાઈ ખૂબ જ હોશિયાર અને તીક્ષ્ણ બુદ્ધિનો હતો. ભણતર પ્રત્યેનો તેનો પ્રેમ અનોખો હતો. નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં તે ભણવામાં આગળ વધતો રહ્યો. બીજી તરફ, ચારેય બહેનો પણ પરિવારના નિર્વાહ માટે નાના-મોટા કામ કરતી. તેમને પોતાના શોખ પૂરા કરવાની તો વાત જ ક્યાં રહી, તેઓ પરિવારનું પેટ ભરાય એ માટે જ તનતોડ મહેનત કરતી હતી.
પરંતુ કઠોર વાસ્તવિકતા એ હતી કે પરિવારને સમાજ તરફથી કોઈ સહાય મળતી નહોતી. તેનું કારણ સમાજની એકતા, પર હતું આપણો જ સમાજ પોતાના જ સમાજ ને કામ ન આવે તો તેને સમાજનું બિરુદ કેમ આપવું ? માતાની તબિયત ઘર ની અને યુવાન દીકરી ઓની ચિંતાને લીધે ખરાબ થવા લાગી. ત્યારે નાનાં ભાઈને ના છૂટકે ભણતર અધૂરું રાખીને નાસ્તાની દુકાનમાં નોકરી કરવી પડી. બહેનોની ઉંમર લગ્નલાયક થઈ ગઈ હતી, પરંતુ ગરીબીને કારણે તેમના લગ્ન થઈ શકતા નહોતા. કોઈ સારો પરિવાર દીકરીઓના માંગા સ્વીકારવા તૈયાર ન થતા આ પરિસ્થિતિએ પરિવારની અંદર દુઃખ અને ચિંતાનો માહોલ ઉભો કર્યો.
છુપાયેલી કળાનું અવતરણ
નાનો ભાઈ પોતાનું ભણતર અધૂરું રહી જતાં પણ નિરાશ ન થયો. તેને એક ભાઈ અને એક દીકરાની ફરજ સમજાય ગઈ .તે એક ઊંડા વિચાર માં સરી પડ્યો તેના હૃદયમાં એક અદભુત કળા જીવંત હતી. તે સમજતા તેમના મન મંદિર માં એક આશા ની કિરણ ઝળકી ઉઠી તે હતી ચિત્રકામની. પોતાની પર આવેલી જવાબદારી ની સાથે ને કામકાજની વચ્ચે પણ તે પેન-કાગળ પર આકૃતિઓ ઉતારી લેતો. તે પોતાના સપના ચિત્ર રૂપે લખવા લાગ્યો. ધીમે ધીમે તેણે પોતાના સપનાને સાકાર કરવાનો સંકલ્પ લીધો. દિવસે કામકાજ અને રાત્રિ ના સમયે પોતાની ચિત્ર રચના માં વ્યસ્ત રહેવા લાગ્યો. દિવસ-રાતની મહેનતથી તેણે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.
તેના ચિત્રોમાં એવી જીવંતતા હતી કે જે કોઈએ જોયું તે મંત્રમુગ્ધ થઈ જતું. થોડા વર્ષોમાં તેના ચિત્રોની માગ વધી ગઈ. લોકો તેના કામને ઓળખવા લાગ્યા. દસ વર્ષની જહેમત પછી તે પ્રખ્યાત ચિત્રકાર બની ગયો. તેનું નામ ચારેબાજુ ગુંજવા લાગ્યું. તે નામ સાથે પૈસા પણ કમાવા લાગ્યો.
પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવી. હવે બહેનોના લગ્ન માટે પણ તૈયારીઓ થવા લાગી. બે બહેનોના લગ્ન માટે ઘરમાં ખાસ ઉમંગ અને આનંદ છવાયો. ઘરના સભ્યો એ પણ દીકરાની ને બહેનોના નાના ભાઈ ની સફળતા પર ગર્વ ની અનુભૂતિ કરવા લાગ્યા.
ટેકનોલોજીની આંચકો
પણ, સુખનાં આ પળોમાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. બજારમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ટૂલ્સ આવવા લાગ્યા. હવે કોઈપણ વ્યક્તિ મિનિટોમાં પોતાની કલ્પના પ્રમાણે સુંદર ચિત્ર બનાવી શકતો હતો. જે કામ કલાકો લેતું હતું, તે હવે પળોમાં થઈ જતું.
લોકો હવે હસ્તકળાને બદલે Ai થી તૈયાર થયેલાં ચિત્રો પસંદ કરવા લાગ્યા. ભાઈના કામની માંગ ઘટી ગઈ. ખૂબ સહેલાઇથી વેચાતા ચિત્રો ની આવકમાં ઘટાડો થતાં ફરીથી આર્થિક સંકટ ઊભું થયું. બહેનોના લગ્ન માથે હતાં, હવે ? હવે બહેનો ,મા ભાઈ ને માથે તોળાયેલા પ્રસંગ નીં ચિંતા રાત દિવસ ની ઊંઘ ઉડાડી રહી હતી અને ભાઈ અત્યંત ચિંતિત થઈ ગયો. ટેકનોલોજીએ જાણે તેની કળાને બેરોજગારીની કગારમાં લાવી મૂકી.
નવો માર્ગ – ટેકનોલોજીનો સ્વીકાર
પરંતુ ભાઈ હિંમત ન હાર્યો. તેણે રાત દિવસ બસ એકજ વિચાર ,એકજ જૂનુંન થી આ પરિસ્થિતિ અને ટેક્નોલોજી ની ગુલામી થી કેમ પહોચવુ તે ની શોધમાં વળગી ગયો. "ટેકનોલોજી સામે લડવું શક્ય નથી. તેને પૂરા મન થી સ્વીકારી લીધું. તેને અવરોધ નહીં, પરંતુ સાધન કેમ બનાવી શકાય તે પર પૂરું જોર લગાવી દીધું.
તેણે AI ટૂલ્સનો અભ્યાસ શરૂ કર્યો. તેણે શીખી લીધું કે AIનો ઉપયોગ કરીને પોતાના ચિત્રોને વધુ આધુનિક અને આકર્ષક કેવી રીતે બનાવવામાં આવે. હવે ધીમે ધીમે તેને આ AI ની દુનિયા સમજાય ગઈ હવે તે કલાકોની બદલે મિનિટોમાં કામ પૂરું કરવા લાગ્યો. અતિ આધુનિક ચિત્રો, મકાન ની ફર્નિચરની આવું ઘણું બધું આર્કિટેક નું પણ કામ એ AI દ્વારા વધુ પ્રોજેક્ટ્સ બનાવવા લાગ્યો. માર્કેટમાં એના કામની માંગ વધવા લાગી.
લોકો ફરીથી તેની સાથે જોડાયા, કારણ કે તેના કામમાં માનવીય કળાનો સ્પર્શ પણ હતો અને AIની આધુનિકતા પણ. તેણે પોતાની કળાને નવી દિશા આપી.
સમાજ માટે યોગદાન
ફક્ત પોતાનું કામ સુધારવાથી સંતોષી રહેવાને બદલે ભાઈએ એક મોટો નિર્ણય કર્યો. તેણે પોતાના જેવા અન્ય કલાકારોને AIનો ઉપયોગ શીખવવાનું શરૂ કર્યું. જે કલાકારો ટેકનોલોજીથી ડરતાં હતાં, તેમને ભાઈએ સમજાવ્યું કે આ સાધન છે, શત્રુ નહીં.
તેના પ્રયાસોથી ઘણા કલાકારો ફરીથી આત્મનિર્ભર બન્યા. સમાજમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું.
સુખદ અંત
અંતે, બહેનોના લગ્ન ધામધૂમથી થયા. ઘર ફરીથી હાસ્ય અને આનંદથી ગુંજી ઉઠ્યું. માતા-પિતા ગૌરવ અનુભવતા હતા. નાનાં ભાઈ નું પણ સમાજ માં નામ થયું. હવે તો ભાઈ ના પણ સારા સારા ઘરે થી લગ્ન માટે વાતો આવવા લાગી. ભાઈ ના પણ એક સારા પરિવાર માંથી સંસ્કારી , ભણેલી ગણેલી અને સુલક્ષણા કન્યા સાથે ધામ ધૂમ થી લગ્ન થયા. સમજદાર પત્ની એ પણ આવતાની સાથે ઘર ,માં બાપ ને ચારેય બહેનો ને સંભાળી લીધી. હવે બંને પતિ પત્ની આ નવી જિંદગી ની સાથે સાથે નવી આધુનિક ટેકનોલોજી સાથે કામ કરી ખૂબ પ્રગતિ પામ્યા. અને સમાજ ને પણ સમજાવ્યું કે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો ટેકનોલોજી ક્યારેય બેરોજગારીનું કારણ નહીં બને, પરંતુ પ્રગતિનો નવો માર્ગ ખોલી આપે છે.
આ વાર્તા ફક્ત એક પરિવારની નથી, પરંતુ આજના સમાજ માટે પ્રેરણા છે
ટેકનોલોજીથી ડરવાને બદલે તેને અપનાવવી,
સમય સાથે બદલાવ શીખવો,
અને કૌશલ્ય સાથે સાધનનો યોગ્ય ઉપયોગ કરવો.
લેખક – મયુરકુમાર મિસ્ત્રી
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ