"શ્રી વિશ્વકર્મા બાળ મંડળ રાજકોટ દ્વારા વંદે માતરમ્ ૧૫૦મી જયંતિ નિમિત્તે બાળકો માટે વેશભૂષા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન"
રાજકોટ : તા.૧૯/૧૧/૨૦૨૫
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા બાળ મંડળની રચના શ્રી નિતિનભાઈ બદ્રકિયાની પ્રેરણાથી જાન્યુઆરી ૨૦૨૫ માં કરવામાં આવેલ છે. આ બાળ મંડળમાં શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં ૩૦૦ કરતાં પણ વધુ ગુર્જર સુતાર જ્ઞાતિ ના બાળકો જોડાયા છે. શ્રી વિશ્વકર્મા બાળ મંડળ દ્વારા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ના પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયા અને કમિટી મેમ્બરના સહયોગથી અનેક વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ છે. આગામી તા.૨૩/૧૧/૨૦૨૫ રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટ ખાતે આગામી કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ આગામી કાર્યક્રમ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમ્ ની ૧૫૦મી જયંતી રાખવામાં આવેલ છે. જે અન્વયે ૩ થી ૮ વર્ષના બાળકો માટે વેશભૂષા જેની થીમ સરદાર પટેલ, બિરસા મુંડા, વંદે માતરમ્, દેશભક્તિ અને આઝાદીના ઘડવૈયા રાખેલ છે. તેમજ ૯ થી ૧૪ વર્ષના બાળકો માટે વકતૃત્વ સ્પર્ધા જેના વિષયો (૧) મારા દાદા વિશ્વકર્મા (૨) સરદાર પટેલ જીવન ચરિત્ર (૩) સરદાર દેશની એકતાના ઘડવૈયા (૪) ભગવાન બિરસા મુંડા જીવન ચરિત્ર (૫) વંદે માતરમ્ આપણું ગૌરવ (૬) મારું ગુજરાત વિકસિત ગુજરાત રાખેલ છે.
આ સ્પર્ધાઓમાં ગુર્જર સુતાર જ્ઞાતિ ના બાળ મંડળના બાળકો જે ભાગ લેવા માંગતા હોય તેઓએ તા.૨૧/૧૧/૨૦૨૫ સુધીમાં નિતિન બદ્રકિયા મો.9879612545 બાળકનું નામ, સ્પર્ધા અને તેનો વિષય નોંધાવી આપવાનો રહેશે.

