રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં ધ્રુવ બકરાણીયાનો ગૌરવ વધારતો 28મો રેન્ક


સુરતના બાળ પ્રતિભાશાળી ખેલાડી ધ્રુવ અનિરુદ્ઘ બકરાણીયાએ ચેસ ક્ષેત્રે એક વધુ સિદ્ધિ નોંધાવી છે. ગત ઓગસ્ટ મહિનામાં યોજાયેલી તાલુકા અને જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં ધ્રુવે ઉતરોતર ત્રીજો અને ચોથો ક્રમ મેળવી પોતાની ખ્યાતિ સ્થાપિત કરી હતી. આ પ્રભાવશાળી રમત પછી તેને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મળી.

તદનંતર 28 ઓક્ટોબર, 2025ના રોજ ગોધરા ખાતે યોજાયેલી ગુજરાત રાજ્ય ઝોન લેવલની સ્પર્ધામાં કુલ 400 કરતાં વધુ ખેલાડીઓએ ટોપ-5 તાલુકા અને જિલ્લા કક્ષાથી ઉતીર્ણ થઈ ભાગ લીધો હતો. આ કઠિન પ્રતિસ્પર્ધામાં ધ્રુવએ રાજ્ય સ્તરે 28મો રેન્ક મેળવી સુરત જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું.

ધ્રુવનો આ ઉત્કૃષ્ટ પ્રદર્શન તેના સતત પરિશ્રમનું પરિણામ છે. તેણે ધોરણ ત્રણથી ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી નિયમિત રીતે મહેનત કરી રહ્યો છે. સ્કૂલ અને ટ્યુશનની વચ્ચેનું વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં ધ્રુવ રોજના બે કલાક ચેસની પ્રેક્ટિસ કરવા માટે વિશેષ સમય ફાળવે છે. તેની આ લગન, એકાગ્રતા અને પ્રતિભા તેને રાજ્ય સ્તર સુધી લઈને ગઈ છે.

ધ્રુવનાં પિતા અનિરુદ્ધ કાળુભાઈ બકરાણીયા, ખજાનચી – શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, સુરત, પોતાના દીકરાની સિદ્ધિ પર ગર્વ અનુભવે છે. સુરત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ત્રીજો સ્થાન મેળવ્યા બાદ રાજ્ય સ્તરે પણ પ્રભાવશાળી રેન્ક પ્રાપ્ત કરવું ધ્રુવ માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

ચેસ ક્ષેત્રે ધ્રુવ બકરાણીયાએ ધરાવેલી પ્રતિભા અને પ્રગતિથી સમાજમાં હર્ષનો માહોલ છે. આગળના દિવસોમાં તે વધારે ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી સૌ શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું