GHP ગ્રુપ દ્વારા સમાજમાં પહેલું આદર્શ લગ્ન: સાદગી અને એકતાનો અનોખો સંદેશ

રાજકોટના ગુર્જર સુતાર સમાજમાં આધુનિક વિચારસરણીને પ્રોત્સાહિત કરવામાં આવે અને સમાજમાં વધતા દેખાવખર્ચને ઘટાડવા માટે GHP ગ્રુપે એક ગૌરવપૂર્ણ પગલું ભર્યું છે. સમાજની પરંપરા જળવાઈ રહે, બે પરિવારોનું પવિત્ર સંગમ સાદગીપૂર્વક અને સન્માન સાથે સંપન્ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે પ્રથમ આદર્શ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

મંગળવાર, 25 નવેમ્બર 2025ના રોજ રાજકોટના ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ખાતે આ પ્રથમ આદર્શ લગ્ન યોજાવાના છે. આ પ્રસંગે નવદંપત્તિ તરીકે ચિ. વૈશાલી શાંતિલાલ બકરાણીયા અને ચિ. વૈભવ ધીરેનભાઈ છનિયારાનો પવિત્ર વૈવાહિક સંયોગ સમાજની વચ્ચે સાદગી અને સંસ્કારનું પ્રતિક બની રહેશે. સમાજના આગેવાનો, વડીલો, યુવાવર્ગ અને પરિવારો આ અનોખા કાર્યક્રમમાં હાજરી આપી નવ દંપતીને પ્રોત્સાહન આપવાના છે.

આદર્શ લગ્નનો મુખ્ય સંદેશ “સાદગીમાં સૌંદર્ય અને સમાજમાં એકતા” આજના સમયમાં ખૂબ અર્થપૂર્ણ છે. ખર્ચાળ લગ્નપ્રવૃત્તિઓ અને દેખાવખર્ચમાંથી સમાજને દૂર રાખી, સાચી પરંપરા અને સદભાવને જાળવવા આ પહેલ એક સકારાત્મક પગલું છે. GHP ગ્રુપની આ પહેલ ભવિષ્યમાં વધુ પરિવારો માટે પ્રેરણા બની શકે છે, ખાસ કરીને મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારોને આર્થિક બોજથી મુક્ત કરે તેવું મોડેલ છે.

કાર્યક્રમની તૈયારીમાં ગ્રુપના સભ્યો અને સ્વયંસેવકો સક્રિય છે અને વ્યવસ્થાઓને સુંદર રીતે ગોઠવી રહ્યા છે. વધુ વિગત માટે સંપર્ક નંબર 81282 24365 પર માહિતી આપવામાં આવી રહી છે. 

(રિપોર્ટ : હિરેનભાઈ કલોલીયા, રાજકોટ)


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું