સમાજ સેવકો અને આગેવાનોની હાજરી સાથે દિનેશભાઈ ગજ્જરના પરિવારનો પાવન પ્રસંગ ઉજવાયો


તારીખ ૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર. શ્રી વિશ્વકર્મા સમાજના સર્વાંગી વિકાસ અને સંસ્કૃતિના પ્રસાર માટે વર્ષોથી સક્રિય રહેલા શ્રી વિશ્વકર્મા સર્જનહારના સર્જક અને શ્રી વિશ્વકર્મા પ્રભુજીના અનેક ભક્તિગીતોના લોકપ્રિય લેખક દિનેશભાઈ ગજ્જરના સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ખાતે આનંદમય પર્વ સજ્જ થયો હતો. શુભ ચોઘડિયે તેમના પુત્ર રવિ દિનેશભાઈ ગજ્જરના લગ્ન પ્રસંગે સમાજના અગ્રણીઓ, કલાકારો, સમાજ સેવકો અને અનેક શહેરોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દિનેશભાઈના પરિવારમાં આનંદની છળકાટ વધારી હતી.

આ પવિત્ર પ્રસંગે સમાજની પ્રગતિમાં સતત યોગદાન આપતા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોરબીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ડો. જયંતીભાઈ ભાડેશીયા પણ હાજર રહ્યા હતા. રાજકોટ શહેરમાંથી શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, મંત્રીશ્રી પ્રદીપભાઈ કરગથરા, અને રાજકોટ ના GHP ગ્રુપના પ્રમુખશ્રી યોગીનભાઈ છનીયારા પણ આનંદમાં જોડાયા હતા. અમદાવાદના સૌરાષ્ટ્ર યુવક સંઘ ગીતામંદિર ના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ દેવાળિયા તથા લીમડી ના પ્રમુખશ્રી ભરતભાઈએ શુભેચ્છા પાઠવી હતી.

શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાઘસણા, સમાજના લોકપ્રિય ગાયકમાં જયંતભાઈ ગજ્જર અને વિજય ગજ્જર, રાજકોટ ના લાયન મુકેશભાઈ પંચાસરા, સંજયભાઈ બાસોપિયા,કેતન સોલગામા, તેમજ ગુજરાતી હાસ્ય કલા જગતમાં નામના ધરાવતા જગદીશભાઈ ત્રિવેદી સહિત અનેક આગેવાનોની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ તેજ ઉમેરાયું હતું. બનાસકાંઠાથી આગમન કરેલા આર્ટિસ્ટ જયંતીભાઈ સુથારએ તેમની રચનાત્મકતા અને સમાજના કાર્યો પ્રત્યેનો ઉમળકો દર્શાવ્યો હતો.

કાર્યક્રમનું ખાસ આકર્ષણ રહ્યું ઈલોરગઢથી પધારેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરણાં મહંતશ્રી મહેન્દબાપુનું આગમન. તેમણે દિનેશભાઈના પરિવારને આશીર્વાદ આપતાં સમાજમાં એકતા, ભક્તિ અને સંસ્કારી પરંપરા જાળવવાની પ્રેરણા આપતી હદયસ્પર્શી વાણી રજૂ કરી હતી.

રાજકોટ અને ગુજરાતના રાજકોટ સાથે વિવિધ શહેરોમાંથી દિનેશભાઈના સાહિત્ય અને સેવા કાર્ય સાથે સંકળાયેલ રાઇટર ગ્રુપના અનેક સભ્યો પણ વિશેષ હાજર રહ્યા હતા. સૌએ દિનેશભાઈ ગજ્જરને આ શુભ પ્રસંગે ઉજવણીના શુભ અવસર પર હર્ષભેર અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા હતા.

સન્માન, સંગઠન અને સ્નેહભાવી વાતાવરણ વચ્ચે ઉજવાયેલ આ લગ્ન પ્રસંગે સમાજની એકતા અને પરંપરાના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા. દિનેશભાઈ ગજ્જર જેવા સર્જક, સેવાભાવી અને સમાજપ્રેમી વ્યક્તિના પરિવારમાં આનંદના ક્ષણોએ સૌને એકમેક સાથે જોડવાની ભાવના વધારો કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું