કલોલમાં છાસઠ ગોળ ગજ્જર સુથાર સમાજનું દિવાળી સ્નેહમિલન...

 શ્રી ગજ્જર સુથાર છાસઠ ગોળ સમાજ ટ્રસ્ટની દ્વિતીય વાર્ષિક સાધારણ સભા અને દિવાળી સ્નેહમિલનનો હર્ષોઉલ્લાસમય કાર્યક્રમ

કલોલ : સમાજ એકતાના ઉત્તમ ઉપક્રમ રૂપે શ્રી ગજ્જર સુથાર છાસઠ ગોળ સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વાર્ષિક સાધારણ સભા તથા દિવાળી સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રવિવાર, તા. ૧૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦થી ૬:૦૦ વાગ્યા સુધી ગીરીશ અશ્વિન સ્મૃતિ હોલ, વિશ્વકર્મા પ્રગતિ મંડળ એ.સી. હોલ, બગીચા પાસે, કલોલ ખાતે યોજાશે.

સંમેલનના મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જર, અધ્યક્ષશ્રી – ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ આયોગ, ગાંધીનગર ઉપસ્થિત રહેશે. જ્યારે કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શ્રી પ્રવિણભાઈ ડી. ગજ્જર, પ્રમુખશ્રી – શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ, કલોલ સુશોભિત કરશે.

કાર્યક્રમને પ્રેરક સમર્થનરૂપે અનેક દાતાશ્રીઓની ઉપસ્થિતિ રહેશે, જેમાં શ્રી હરીશભાઈ પી. ગજ્જર (અહેવાલ તથા ફાઈલ દાતા, વણસોલ–હાલ અમદાવાદ), શ્રી કલ્પેશભાઈ સી. ગજ્જર (કેલેન્ડર દાતા, ગજ્જર ઓફસેટ – અમદાવાદ), શ્રી દુર્ગેશભાઈ સોમાભાઈ ગજ્જર (રોકડ ભેટ દાતા, ગોઝારિયા) અને શ્રી બળદેવભાઈ જોઈતારામ ગજ્જર (ભોજન દાતા, ગોઝારિયા – હાલ રાજકોટ) મુખ્ય છે.

આ અવસરે વિશિષ્ટ મહેમાન તરીકે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે, જેમ કે —

શ્રી મહેન્દ્રભાઈ કે. મિસ્ત્રી (પ્રમુખ, શ્રી વિશ્વકર્મા સેવા સમાજ ટ્રસ્ટ – તલોદ),

શ્રી ભરતભાઈ એન. ગજ્જર (પ્રમુખ, વિશ્વકર્મા સેવા સમાજ ટ્રસ્ટ – ગાંધીનગર),

શ્રી રસિકભાઈ બબલદાસ ગજ્જર (સલાહકાર, વિશ્વકર્મા પ્રગતિ મંડળ – કલોલ),

શ્રી યોગેશભાઈ જે. ગજ્જર (પ્રમુખ, ગજ્જર સુથાર પ્રગતિ મંડળ – કડી),

ડૉ. ભરતભાઈ પી. ગજ્જર (સી.એ.એન્ડ સી.ઈ. – વડોદરા) સહિત અનેક સમાજના અગ્રણીઓ.

કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત સભાસદો માટે સ્વરુચિ ભોજનનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.

સમાજની એકતા, સેવા અને સંસ્થાગત વિકાસના આ સુંદર અવસર પર, શ્રી ગજ્જર સુથાર છાસઠ ગોળ સમાજ ટ્રસ્ટના પ્રમુખ, સેક્રેટરી તથા સર્વે કારોબારી સભ્યોએ તમામ માનવંતા સભાસદોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

(રિપોર્ટ : રમેશભાઈ કે. ગજ્જર, કલોલ)


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું