અમદાવાદ ખાતે 10 થી 17 જુલાઈ 2025 દરમિયાન યોજાયેલી 61મી સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુરતના ખેલો ઇન્ડિયા સેન્ટર – ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીના નિશાનેબાજોએ પ્રશંસનીય અને રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું. એકેડમીના 21 શૂટર્સમાંથી કુલ 8 મેડલ જીતાયા હતા અને 18 શૂટર્સ પ્રિ-નેશનલ ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થયા હતા, જે એકેડમી માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે.
આ સમગ્ર સફળતાઓમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા મિહિર ગજ્જર, જેમણે પોતાના પ્રખર નિશાનાબાજી પ્રદર્શનથી ઓલ ગુજરાત સ્તરે 39મો રેન્ક મેળવ્યો અને સિલ્વર મેડલ હાંસલ કર્યો. 10 મીટર એર કેટેગરીમાં મળેલ આ સિલ્વર મેડલ તેમની પ્રતિભા, મહેનત અને એકેડમીની ગુણવત્તાયુક્ત તાલીમને ઉજાગર કરે છે. મિહિરનું આ પ્રદર્શન માત્ર એકેડમી માટે જ નહીં, પરંતુ સુરત માટે પણ ગૌરવની બાબત બની રહ્યું છે.
