કેહવાય છે કે" વિશ્વકર્મા વંશજના સંતાનોના લોહીમાં જ કલા હોય છે "
જી ....હા .....આ વિધાનને સાબિત કરી આપ્યું છે મુળ બોટાદના વતની અને હાલ વડોદરામાં સ્થાયી થયેલા શ્રીમતી ભાવનાબેન ભરતભાઈ પરમાર ( ઉંમર : ૫૪ વર્ષ )
પોતાના પિતાશ્રી બાબુભાઇ મકવાણા કે જેઓ પણ એક શ્રેષ્ઠ કલાકાર છે તેમની સાથે બચપનમાં આંગળી પકડી ઘર પાસે આવેલ શિવ મંદિરે દર્શનાર્થે જતા. શિવ મહિમા માટે પ્રખ્યાત એવા શ્રાવણ માસમાં મંદિરની બહારના ભાગમાં એક પેઇન્ટર રોજ નવી નવી ભગવાનની રંગોળી બનાવતા અને ભાવનાબેનની આંખને આ અવનવી રંગોળીઓ જોઈ ટાઢક થતી.બસ આજ રંગોળીઓ જોઈને તેમણે મનોમન નક્કી કરી લીધું કે હું પણ અવનવી રંગોળી બનાવીશ. ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના સંતાનોને કલા વારસામાં જ મળેલી છે તેમાં પણ તેમના પિતા પણ એક શ્રેષ્ઠ કલાકાર હતા એટલે તેઓને વાર -તેહવાર પર રંગોળી બનાવવા માટે પ્રોત્સાહિત કરતા. પોતાના BCom ( SNDT University, Mahila college, Bhavnagar )સુધીનાં અભ્યાસક્રમ દરમ્યાન અનેક રંગોળી સ્પર્ધામાં ભાગ લઇ અનેક ઇનામ અને મેડલ મેળવ્યા.ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલ ભરતભાઈ પરમાર સાથે લગ્નગ્રંથીએ જોડાયા બાદ પણ તેઓએ રંગોળી બનાવવાનું ચાલુ જ રાખ્યું જેમાં પતિદેવનો સહકાર મળતો રહ્યો.સંતાનો પણ તેમના પગલે ચાલ્યા.દિકરી હિમાએ પણ રંગોળીમાં નામના મેળવી તે પણ માતા ભાવનાબેનની જેમ રંગોળી આર્ટિસ્ટ છે.હિમા ઑઈલ ,એક્રેલિક ,ઑઈલ પેસ્ટલ અને ઓર્ડર મુજબ પોટ્રેઇટ્સ બનાવવામાં માહિર છે.માતા અને દિકરીએ જીલ્લા , રાષ્ટ્રીય , આંતરરાષ્ટ્રીય લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઇ અનેક એવોર્ડ તેમજ રોકડ ઇનામ મેળવેલ છે.જુનિયર એન્જિનિયર તરીકેની રેલ્વે વડોદરામાં ફરજ બજાવતો દિકરો રવિ પણ એક સારો તબલાવાદક છે
તાજેતરમાં તા ૧૫ અને ૧૬ નવે.૨૦૨૫ દરમ્યાન મુંબઈમાં યોજાયેલ India's Biggest Tallent Hunt Khyaal 50 Above 50 સ્પર્ધામાં ભાગ લઇ Rangoli Artist of The Year કેટેગરીમાં Finalist નો એવોર્ડ મેળવી લુહાર સમાજનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. Founder & CEO હિમાંશુ જોષીના હસ્તે ભાવનાબેનને મેડલ , પ્રમાણપત્ર તેમજ રોકડ રૂ ૧૦૦૦૦/- રોકડા આપી સન્માનિત કરવામાં આવ્યા.
ભાવનાબેનની આ ઝળહળતી સિધ્ધિ બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન. ભાવનાબેન રંગોળી આર્ટિસ્ટની સાથે સાથે એક સારા પેઇન્ટર પણ છે.પોતે બનાવેલ અનેક પેઇન્ટિંગનુ સોલો પ્રદર્શન યોજી તેઓની કલાને લુહાર સુથાર સમાજનાં ઉભરતા કલાકાર સમક્ષ પ્રદર્શિત કરી તેમના માટે પ્રેરણાસ્ત્રોત બનવા માંગે છે. તેઓ એક સારા ગાયક પણ છે.લુહાર સુથાર સમાજનાં કલાકાર પ્રત્યેની તેમની આંતરિક ભાવનાને સો સો સલામ
ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કે તેઓની હર મનોકામના પૂર્ણ થાય અને પ્રગતિનાં સોપાન સર કરે.
માહિતી : અશોક આર.પીઠવા વિશ્વકર્મા , વલ્લભ વિદ્યાનગર ,

