કુળદેવી ચામુંડા માતાજીના આશીર્વાદથી ખારેચા પરિવારનું ધર્મ અને એકતાનું અનોખું સ્નેહ મિલન


શ્રી ગુર્જર સુથાર સમસ્ત ખારેચા પરિવારનું ધુળકોટ મુકામે સ્નેહ મીલન અને નવચંડી યજ્ઞનો ધાર્મિક તથા સામાજિક સંગમમય કાર્યક્રમ શુભ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

તા. ૨૯/૧૦/૨૦૨૫, બુધવાર કારતક સુદ-૮ના પવિત્ર દિવસે કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પવિત્ર સાનિધ્યમાં મહારાજશ્રી દિવ્યેશભાઈના વેદમંત્રોચ્ચાર સાથે સવારે ૭:૦૦ વાગ્યે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે ૧૦:૦૦ વાગ્યે ધજા રોહણ વિધિ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને બપોરે ૧૨:૦૦ વાગ્યે બીડુ હોમ વિધિ યોજાઈ હતી.

ત્યારબાદ બપોરે ૧:૦૦ વાગ્યે પરિવારના સભ્યોની હાજરીમાં સ્નેહ મિલન તથા ચર્ચા-વિચારણા સત્ર યોજાયું, જેમાં આગામી સમયમાં સુરાપુરા દાદાશ્રીની વાડીના અધૂરા કાર્યને પૂર્ણ કરવા સૌએ એકમતથી સહકાર આપવાનો સંકલ્પ લીધો હતો. સમાજના વિકાસ અને ધાર્મિક કાર્યમાં સૌએ તન, મન, ધનથી ફાળો આપવાની ભાવના વ્યક્ત કરી હતી.

ભોજન પ્રસાદના દાતાશ્રી તરીકે ખારેયા અરવિંદભાઈ રવજીભાઈ પરીવાર (કેરાળી – મોરબી) તથા ધજા રોહણના દાતાશ્રી તરીકે મનહરભાઈ મોહનભાઈ ખારેચા પરીવાર (મુંબઈ) રહી, જયારે યજમાન તરીકે શ્રીમતી સ્વાતીબેન અમીતભાઈ અને શ્રીમતી હિનલબેન હાર્દીકભાઈએ યજ્ઞ લાભ મેળવ્યો હતો.

કાર્યક્રમના સંચાલનનો દાયિત્વ શ્રી દામજીભાઈ ભુરાભાઈ ખારેચા, શ્રી નાગજીભાઈ મોહનભાઈ ખારેયા અને શ્રી જગદિશભાઈ દામજીભાઈ ખારેયાએ સંભાળ્યો હતો. વોટ્સએપ પરિવારનું સંકલન શ્રી ભરતભાઈ છગનભાઈ ખારેયા અને શ્રી અશોકભાઈ છગનભાઈ ખારેચાએ કર્યું હતું.

આ પવિત્ર પ્રસંગની વિગત હષઁદભાઇ ખારેચાએ આપી હતી. કાર્યક્રમની માહિતી સુનીલ બી. મહેમદાવાદિયાએ રીપોર્ટ કરી હતી.






ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું