સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતો સાથે રૂબરૂ ચર્ચા કરી અને ખેતરોમાં જઈ પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું.
જગદીશભાઈએ જણાવ્યું કે આ સંકટની ઘડીમાં રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ખેડૂતોને યોગ્ય વળતર અને દરેક શક્ય સહાય પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે.
સ્થાનિક ખેડૂતો સાથે વાતચીત દરમિયાન તેમણે તેમની સમસ્યાઓ સાંભળી અને તાત્કાલિક રાહત માટે અધિકારીઓને સૂચના આપી. પક્ષના કાર્યકરો પણ આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.
આ મુલાકાતથી ખેડૂતોમાં આશાનો સંદેશો પ્રસરી ગયો છે કે સરકાર અને પક્ષ બંને આ મુશ્કેલીની ઘડીમાં તેમના હિત માટે સક્રિય છે.



