મોરબી: હાલ મિક્ષ વાતાવરણ અને ઋતુપરિવર્તનને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં બિમારીઓની અસર વધી રહી છે. એવા વખતે સમાજના આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબી દ્વારા ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેડિકલ કેમ્પ ૧૬ નવેમ્બર ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી ૧૨:૩૦ વાગ્યા સુધી મોરબીના
શ્રી મચ્છુ કઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા, યુનિટ–૨, શનાળા રોડ, સત્યમ પાન શેરી પાસે, સરદાર બાગ સામે યોજાશે.
કેમ્પમાં મોરબી શહેર તેમજ આસપાસના ગામોમાં વસતા તમામ લુહાર સમાજના ભાઈઓ–બહેનો અને વરિષ્ઠ નાગરિકોને તપાસ, માર્ગદર્શન અને જરૂરી પ્રાથમિક સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે. સમાજના આરોગ્ય હિતાર્થે આયોજિત આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે.
---
આયોજક ટ્રસ્ટ
શ્રી મચ્છુ કઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજશાળા મોરબી
શ્રી સોરઠીયા હિતેચ્છુ મંડળ મોરબી
સહયોગી સંસ્થા / ટ્રસ્ટ
વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ મોરબી
વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી
LYS-SS ગ્રુપ "સિંહસ્થ સેના" (ગુજરાત પ્રદેશ ટીમ)
સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ – મોરબી ટીમ

