અમદાવાદ : શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વિશ્વકર્મા પરિવાર, વેજલપુર (અમદાવાદ) દ્વારા આયોજિત વિશ્વકર્મા સંકુલના ભવ્ય લોકાર્પણ સમારોહમાં સમાજના બે અગ્રણી વ્યક્તિત્વો એક જ મંચ પર જોવા મળ્યા. સંઘ સાથે સક્રિય રીતે જોડાયેલા તથા સામાજિક એકતાના પ્રણેતા શ્રી ડો. જયંતીભાઈ ભાડેશીયા સાહેબ અને ધર્મ-આસ્થાથી જોડાયેલા, શ્રી વિશ્વકર્મા પુરાણ સાથે જોડાયેલ તેમજ આધ્યાત્મિક માર્ગદર્શક શ્રી જયંતીભાઈ શાસ્ત્રીજી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બંને મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વિશેષ તેજ ઉમેર્યું હતું. સમાજના યુવાનો તથા આગેવાનોને પ્રેરણાદાયી સંદેશ આપતા, તેમણે વિશ્વકર્મા સમાજના સર્વાંગી વિકાસ માટે સંગઠિત થવાની ભાવના વ્યક્ત કરી. કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોએ તેમની ઉપસ્થિતિને સમાજ માટે ગૌરવરૂપ ગણાવી, ઉમદા આશિર્વાદ અને પ્રેરણા મેળવી.
વિશ્વકર્મા સંકુલના લોકાર્પણ સમારોહમાં બે મહાનુભાવોનું ભાવભર્યું સન્માન..
bySV NEWS
-
0
