મોરબી જિલ્લાના રાજપર ગામે બદ્રકિયા પરિવાર (ગુર્જર સુતાર) ટ્રસ્ટ-રાજપર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી નવચંડી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સુરાપુરાદાદા, શ્રી સતીમાં તથા પરિવારની માતાજીની અનંત કૃપા સાથે વિકરમ સંવત ૨૦૮૨ના માગસર સુદ-૮, શુક્રવાર તા. ૨૮-૧૧-૨૦૨૫ના રોજ ગામ રાજપર ખાતે માતાજીના મઢે આ પાવન હવન યોજાશે. સવારે ૬ વાગ્યે ગણેશ પૂજા, સવારે ૭ વાગ્યે હવન પૂજા તથા બપોરે ૧૨.૧૫ કલાકે બીડું હોમના કાર્યક્રમો યોજાશે. સમસ્ત ગુર્જર સુતાર બદ્રકિયા પરિવાર તથા શ્રદ્ધાળુઓને હવન દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા આવકાર આપવામાં આવ્યો છે. મહાપ્રસાદ તા. ૨૮-૧૧-૨૦૨૫ના શુક્રવાર બપોરે ૧૨.૩૦ વાગ્યે પટેલ સમાજની વાડી, મુ. રાજપર ખાતે રાખવામાં આવ્યો છે. મહાપ્રસાદના દાતાશ્રીઓ તરીકે સ્વ. રમેશભાઈ કરશનભાઈ બદ્રકિયા, શ્રી મુકેશભાઈ કરશનભાઈ બદ્રકિયા અને શ્રી અશોકભાઈ કરશનભાઈ બદ્રકિયા (તીથવાવાળા) દ્વારા રૂા. ૫૧,૦૦૦/-નું દાન આપવામાં આવ્યું છે. વાડીના સહયોગી દાતાશ્રી સ્વ. દેવકરણભાઈ લક્ષ્મણભાઈ બદ્રકિયા હસ્તે શ્રી મહેશભાઈ દેવકરણભાઈ બદ્રકિયા (તીથવાવાળા) દ્વારા રૂા. ૨૫,૦૦૦/-નું સહયોગ આપવામાં આવ્યું છે. યજ્ઞકુંડના યજમાનશ્રીઓમાં શ્રી વિશાલભાઈ રમેશભાઈ બદ્રકિયા (રૂા. ૫,૧૦૦/-), શ્રી અજયભાઈ હસમુખભાઈ બદ્રકિયા (રૂા. ૨,૧૦૦/-) અને શ્રી નિતિનભાઈ વાઘજીભાઈ બદ્રકિયા (રૂા. ૨,૧૦૦/-)નો સમાવેશ થાય છે. આગામી હવનમાં બેસવા માટે, તેમજ મહાપ્રસાદ અથવા વાડી સહયોગી દાતાશ્રી તરીકે નામ નોંધાવવા માટે રાજકોટના શ્રી મહેશભાઈ (૯૯૭૯૮૮૫૪૫૩), શ્રી રસિકભાઈ (૯૨૨૭૬૧૨૦૭૩), મોરબીના શ્રી મનિષભાઈ (૬૩૫૧૨૩૪૨૧૮) તથા અમદાવાદના શ્રી નવિનભાઈ (૯૩૭૪૬૯૮૬૬૩)નો સંપર્ક કરી શકાય છે. વ્યવસ્થામાં સહકાર આપવા સૌને વિનંતી છે તથા રૂા. ૧,૧૦૦/- ભેટ આપીને બદ્રકિયા પરિવારના વાર્ષિક સભ્ય બની શકાય છે. આવતા વર્ષે હવન માગસર સુદ-૮, ગુરૂવાર તા. ૧૭-૧૨-૨૦૨૬ના રોજ રાજપર ખાતે યોજાશે જેમાં રૂા. ૫૧,૦૦૦/-ના એક અથવા રૂા. ૧૧,૦૦૦/-ના પાંચ દાતાશ્રીઓ નામ નોંધાવી શકે છે. આયોજક તરીકે બદ્રકિયા પરિવાર (ગુ.સુ.) ટ્રસ્ટ રાજપરના પ્રમુખ મહેશભાઈ દેવકરણભાઈ બદ્રકિયા અને ઉપપ્રમુખ શ્રી ઓ નંદકિશોરભાઈ લાલજીભાઈ બદ્રકિયા, અને હસમુખભાઈ ચીમનભાઈ બદ્રકિયા દ્વારા સૌને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
(રિપોર્ટ : પ્રમુખશ્રી મહેશભાઈ બદ્રકિયા)
.jpg)

