મમતાબેન ઝવેરીએ દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ


અમદાવાદ, ૧ નવેમ્બર, ૨૦૨૫:

મમતાબેન ઝવેરીના જન્મદિવસ નિમિત્તે મણિપુર સ્થિત ઝવેરી ફાર્મ હાઉસ ખાતે એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી યોજાઈ હતી. આ વિશેષ પ્રસંગે અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી આશરે ૪૦૦ જેટલા દિવ્યાંગ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મમતાબેન ઝવેરીએ પોતાના જન્મદિવસને આનંદ અને સેવા સાથે જોડીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે દિવ્યાંગ ભાઈ-બહેનો માટે વિશેષ કાર્યક્રમો, ભોજન અને મનરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સૌના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મમતાબેન ઝવેરી અને ઝવેરી પરિવારની આ માનવતાભરેલી પ્રવૃત્તિની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.

ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, “આવો કાર્યક્રમ સમાજમાં સહઅસ્તિત્વ, સહકાર અને સેવાનો સાચો સંદેશ આપે છે. મમતાબેન ઝવેરીએ દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે જન્મદિવસ ઉજવીને જે ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે સૌ માટે પ્રેરણારૂપ છે.”

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ માનવતા અને સેવા ભાવનાથી ભરપૂર આ પ્રસંગ માટે મમતાબેન ઝવેરીને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ધર્મિષ્ઠાબેન ગજ્જરએ ભાઈ પ્રવિણસિંહ મોરી, મમતાબેન તથા સમગ્ર ઝવેરી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કે જેમણે આ ઉજવણીને એક સેવારૂપ ઉત્સવમાં ફેરવી દીધી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું