વડગામા પરિવાર દેવસ્થાન સમિતિનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આયોજન – ૩ થી ૫ નવેમ્બર


દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના કજુરડા ગામમાં ગુર્જર સુતાર જ્ઞાતિ ના વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના નવ નિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. કુળદેવી તથા શ્રી સુરાપુરા ડાડાના આશીર્વાદથી ત્રણ દિવસીય ધાર્મિક અનુષ્ઠાનો ૩ નવેમ્બર, કારતક સુદ તેરસ સોમવારથી પ્રારંભ થશે અને ૫ નવેમ્બર, કારતક સુદ પુનમ બુધવારે પુર્ણાહુતિ સાથે સમાપ્ત થશે.

પ્રોગ્રામ મુજબ પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, યજ્ઞકુંડ સ્થાપના સહિતના ધાર્મિક વિધિ-વિધાનો કરવામાં આવશે. દ્વિતીય દિવસે ગ્રહ હોમ, જલાધિવાસ તથા મંદિરનું વાસ્તુ પૂજન રહેશે. તૃતીય દિવસે સૌથી મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે ૧૧ વાગ્યે યોજાશે ત્યારબાદ મહાપ્રસાદ અને બાદમાં બીડું હોમવાનું તથા મહા આરતીનો કાર્યક્રમ રહેશે.

આ પ્રસંગે મહાપ્રસાદના દાતા સ્વ. તુલસીદાસ આણંદજી વડગામા પરિવાર (હાલ-લંડન) છે, જ્યારે શાસ્ત્રી શ્રી નિરવભાઈ ચંદુલાલ પંડયા વિધિઓ નિભાવશે.

સામાજિક સેવા અંતર્ગત ૫ નવેમ્બરે સવારે ૧૦ થી સાંજે ૫ સુધી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામજનો અને ભાવિકોને પરિવાર સહિત પધારવા વિનમ્ર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(રિપોર્ટ : જીતુભાઈ વડગામા,)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું