મોરબી :
નવા વર્ષના પ્રારંભ સાથે આનંદ અને આશાના નવા કિરણો પ્રસરી રહ્યાં છે ત્યારે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-મોરબી દ્વારા ધર્મમય અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દિપોત્સવના પાવન પ્રસંગે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, મોરબી ખાતે વિક્રમ સંવત ૨૦૮૨ના કારતક સુદ એકમ, બુધવાર તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ નીચે મુજબ ધાર્મિક કાર્યક્રમો યોજાશે:
🕕 મંગલા આરતી: સવારે ૬:૦૦ વાગ્યે
🕖 પ્રભાત આરતી: સવારે ૭:૦૦ વાગ્યે
🏳️ ધ્વજારોહણ: સવારે ૮:૨૦ વાગ્યે
🕛 મહા આરતી અને અન્નકૂટ દર્શન: બપોરે ૧૨:૩૦ વાગ્યે
આ ઉપરાંત અન્નકૂટ પ્રસાદ વિતરણ તા. ૨૩ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી, યુનિટ નં.૧ ખાતે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી કરવામાં આવશે.
જ્ઞાતિના તમામ સભ્યોને આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી પ્રભુ દર્શનનો લાભ લેવા તેમજ અન્નકૂટ પ્રસાદ ગ્રહણ કરવા વિનંતિ કરવામાં આવે છે.
✨ શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન સાથે –
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-મોરબી તથા
શ્રી ગુર્જર સુતાર વિદ્યાર્થી ભવન-મોરબીના ટ્રસ્ટીશ્રીઓ
(રીપોર્ટ : સુનિલભાઈ મહેમદાવાદીયા, મોરબી)

