“Meet & Greet” – મુબારકબાદ અને શુભકામનાઓ સાથેનું સ્નેહમિલન
નવાવાડજ, અમદાવાદ ખાતે કાર્યરત શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમ દ્વારા તારીખ 22 ઓક્ટોબર, 2025 બુધવાર સવારે 10:30 કલાકે સંસ્થા પરિસરમાં વિશાળ “Meet the Greet” સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
“આરાધના કરશું, સાથે જમશુ ને ગરબે ઘુમશું” એવા આનંદમય સંદેશ સાથે કાર્યક્રમમાં જ્ઞાતિજનોને એકસાથે મળીને નવા વર્ષનું સ્વાગત કરવાની અનોખી તક મળશે. વધુ માહિતી આપતા જણાવ્યું કે વિક્રમ સંવત 2081ને વિદાય આપીને નવા શુકનવંત વર્ષ 2082નું મંગલ આગમન ઉજવાશે. આ પ્રસંગે સભ્યો દ્વારા આભાર અભિવ્યક્તિ, શુભેચ્છા આદાનપ્રદાન અને રસપરસ ભરેલાં ગરબાનો આનંદ માણવામાં આવશે. આ સ્નેહમિલનનો હેતુ સમાજના સભ્યો વચ્ચે એકતા, પ્રેમ અને સૌહાર્દ વધારવાનો છે. પ્રમુખ, મંત્રી તથા સમિતિના સદસ્યોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની તૈયારીઓ ધમધમતી ચાલી રહી છે.
સંસ્થા તરફથી સૌ જ્ઞાતિજનને સહપરિવાર ઉપસ્થિત રહી નૂતન વર્ષની આ અનોખી ઉજવણીમાં જોડાવા માટે સૌહાર્દપૂર્ણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (રીપોર્ટ : શાંતિભાઈ ખોડદીયા, અમદાવાદ)

