II જય વિશ્વકર્મા II
વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા-
રામ સેતુ એજ નલ સેતુ
જ્યારે રામને ભાળ મળી લંકાની;
સાગર પારે રોવણહાર રાવણની.
જ્યારે આજીજી રામની, સાગરે ન જાણી ;
ધનુષ્ય ઉઠાવ્યુ રામે, યુદ્ધ એજ કલ્યાણ જાણી.
પગમા પડ્યો જલધી, થર થર કાંપીને;
બોલ્યો સેતુ બાંધી બચાવો, સઘળા જલચરને.
આપની પાસે નલ નીલ, બન્ને વીર ખજાના ;
જેમા નલ સ્વયંમ અવતાર વિશ્વકર્માના.
નીલ યોદ્ધો સ્વયં અવતાર અગ્નીનો;
બાંધે બન્ને 'નલ સેતુ', એજ 'રામ સેતુ' મજાનો.
શ્રાપ સ્વયં, વરદાન બનીને;
તરતા પત્થર, નલના હાથ અડીને.
બની ગયેલો 'નલ સેતુ', જે પાર કરીને;
આપ્યુ 'રામ સેતુ' નામ, સૌએ નિષ્ઠા કરીને.
ઉતરી સામા કિનારે સેના, સેતુ પાર કરીને;
નલ નિલ ના ગુણલા, મજાના ધ્યાને ધરીને.
વીર યોદ્ધાઓના, જય જયકાર કરીને;
રામે રોળ્યો રાવણ, રણમાં યુદ્ધ કરીને.
રામના યજ્ઞઘોડાની પણ, રક્ષા કરી જેને;
નલ નીલે અશ્વમેધ યજ્ઞને, પૂરો કરાવી તેને.
સંસ્કાર આપ્યા જેમને, વીર હનમાને;
છે જમણો હાથ હમેશા, પવિત્ર કાર્ય કરવાને.
આજ પર્યંત સર્વ લોક એમજ માને;
આજ્ઞા નલ નિલની જ સૌ કોઈ લે ધ્યાને.
હેતુ સરે ત્યારે, જ્યારે પોતાના જ વંશને ;
શાપ મુક્ત કરાવે, એ નીજની જ કલાને.
રામાયણ સંદેશ આપે ફરી ફરીને;
સુંદર સર્જનમાં રૂપાંતરિત કરી કરીને.
જે સંસ્કાર,શ્રાપ,શક્તિ અને શ્રદ્ધાને;
સમન્વીત કરે કાર્યમાં પરિવર્તીત કરી કરીને.
ગોરવ અપાવે એ વિશ્વકર્મા વંશજોનો;
આજ પર્યંત ધરોહર જે સેતુ ત્રેતા યુગનો.
રચના:
મહેન્દ્રભાઈ બી. વડગામા
(રાજકોટ)

