તા. ૨૪ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
આદિપુર, તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૫ (ગુરુવાર):
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ – કચ્છ, આદિપુર દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનના પવિત્ર ધામ શ્રી વિશ્વકર્મા મંદિરના ભવ્ય જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન ૨૪ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિના સંગમ સમાન બનશે, જેમાં ભજન, પૂજા, હવન, આરતી અને મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ છે.
---
🔹 પ્રથમ દિવસ – તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૫ (શુક્રવાર)
“સરસ્વતી સન્માન અને સ્નેહમિલન” સાથે મંગલારંભ
સવારે ૯થી ૧૨ અને બપોરે ૩થી ૬ દરમિયાન ગણેશ પૂજન, પંચાંગ કર્મ, અગ્નિ સ્થાપન, ગ્રહહોમ, જલાધિવાસ તથા સાયંપૂજન-આરતી જેવી ધાર્મિક વિધિઓ યોજાશે.
સાંજે ૬ વાગ્યાથી મહોત્સવનો શુભ પ્રારંભ થશે, જ્યાં ભક્તિ સંગીત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર વાતાવરણ સર્જાશે.
---
🔹 બીજો દિવસ – તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૫ (શનિવાર)
શોભાયાત્રા, દાતાશ્રીઓનું સન્માન અને ભજનસંધ્યા
સવારે ૮થી ૧૨ દરમિયાન ભવ્ય શોભાયાત્રા કપિલમુનિ આશ્રમથી પ્રસ્થાન કરીને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી ખાતે પૂર્ણાહૂતિ કરશે.
સાંજે ૬થી ૯ વાગ્યા સુધી દાતાશ્રીઓનું સન્માન સમારોહ યોજાશે.
રાત્રે ૯.૩૦થી સંગીતમય ભજનસંધ્યામાં નિખિલભાઈ ગજ્જર, મણિલાલભાઈ ગજ્જર અને સંગીતકાર યોગેશભાઈ, બાદલભાઈ (બેન્જો), અર્જુનભાઈ અને રાહુલભાઈ ગોસ્વામી (તબલા) ભક્તિભાવના રેલાવશે.
---
🔹 ત્રીજો દિવસ – તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ (રવિવાર)
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને મહાપ્રસાદ
અંતિમ દિવસે પ્રાતઃ પૂજન, સ્થાપિત દેવતા હોમ, પ્રાણ પ્રતિષ્ઠા મહાપૂજા, પૂર્ણાહુતિ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે ૯થી ૧૨ દરમિયાન મુખ્ય વિધિઓ અને રાત્રે ૮.૩૦ વાગ્યે મહાઆરતી સાથે મહોત્સવનું સમાપન થશે.
---
🔹 મુખ્ય યજમાનશ્રીઓ
સ્વ. હરખુબેન શામજીભાઈ જોલાપરા
સ્વ. મણીબેન મણિલાલ જોલાપરા
સ્વ. રમણીકભાઈ શામજીભાઈ જોલાપરા
હસ્તે: કિશોરભાઈ જોલાપરા, ચંદ્રેશભાઈ જોલાપરા (કારાઘોઘા-મુન્દ્રા)
---
🔹 આયોજક મંડળ
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ – કચ્છ, આદિપુર
પ્રમુખ – શ્રી દિનેશભાઈ ભારદીયા
મંત્રી – શ્રી વિપુલભાઈ ખારેચા
ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો
---
🔹 આમંત્રણનો સંદેશ
જે મંદિરની દરેક ઈંટમાં આપણી સંસ્કૃતિના સ્પંદનો છે, તેવા આ પવિત્ર ધામના જીર્ણોદ્ધાર મહોત્સવમાં સહપરીવાર ઉપસ્થિત રહી શ્રી વિશ્વકર્મા દાદાના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
ધાર્મિક ભક્તિના આ ભવ્ય મેળામાં જોડાઈએ અને પુણ્યના ભાગીદાર બનીએ.
“શ્રદ્ધા, સમર્પણ અને સંસ્કૃતિના આ ભવ્ય મેળામાં આપનું હાર્દિક સ્વાગત છે.”
(રીપોર્ટ : વિપુલભાઈ ખરેચા,આદિપુર, કચ્છ)
