
મુંબઈ, ૧૫ ઓક્ટોબર: વિલે પાર્લે (વેસ્ટ) ખાતે આવેલ શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૮ માટેની નવી ટ્રસ્ટ કમિટીની શપથવિધિ કાર્યક્રમ તા. 5,10,2025 ના સન્માનપૂર્વક યોજાયો. સમારંભમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સભ્યો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નવી કમિટીમાં શ્રી તુષારભાઈ નાગજીભાઈ કથ્રેચા પ્રમુખ તરીકે, શ્રી વિઠ્ઠલભાઈ બાબુભાઈ અઘેડા ઉપપ્રમુખ તરીકે, શ્રી કિરણભાઈ વાલજીભાઈ બકરાણીયા સેક્રેટરી તરીકે તેમજ શ્રી રાજુભાઈ કરસનભાઈ પંચાસરા ખજાનચી તરીકે પસંદ થયા છે.
ટ્રસ્ટી તરીકે શ્રી રમેશભાઈ શામજીભાઈ અંબાસણા, શ્રી પ્રવીણભાઈ નટવરલાલ બોરાણીયા અને શ્રી પરેશભાઈ પ્રવીણભાઈ અનુવાડીયા સેવા આપશે. શપથવિધિ પ્રસંગે સમાજ એકતા, સેવા અને વિકાસના સંકલ્પ સાથે નવા કાર્યકાળની શરૂઆત કરવામાં આવી. સભ્યોએ નવી કમિટીને શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં સમાજના હિત માટે વધુ પ્રગતિશીલ કાર્ય થાય તેવી આશા વ્યક્ત કરી. (રિપોર્ટ : શ્રી પ્રવીણભાઈ નટવરલાલ બોરાણીયા, મુંબઈ)
