રાજકોટના શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા સભ્યો માટે સ્નેહમિલન સહ જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાલાજી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, શેરી નં. ૨, જકાતનાકા પારોનો રોડ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કારતક સુદ-૮, બુધવાર તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ યોજાશે.
સવારે ૮:૩૦ વાગ્યે દાતાશ્રી સન્માન કાર્યક્રમ અને બપોરે ૧૧ થી ૧ વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન રહેશે. કાર્યક્રમમાં મંડળના સભ્યો સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
મંડળની બેઠકમાં ગત મીનીટ બુકની બહાલી, વર્ષ ૨૦૨૪-૨૫ ના ઓડીટ રિપોર્ટ, વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટનું પ્રસ્તાવ, તથા દાતા સન્માન કાર્યક્રમ જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થશે.
વિશેષ ઉપસ્થિતિ તરીકે પૂજ્ય મહેન્દ્રબાપુ વેરુડ (ઈલોરગઢ) કાર્યક્રમને અધ્યક્ષસ્થાને શોભા આપશે.
જેઓની દાનપેટીમાંથી રૂ. ૨૧૦૦/- કે તેથી વધુ રકમ પ્રાપ્ત થઈ છે, તેમનું તેમજ મહાપ્રસાદના દાતાશ્રીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
આવતા વર્ષ માટે મહાપ્રસાદ સ્પોન્સરશ્રીની નોંધણી પણ સ્થળ પર જ કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ, કાર્યવાહક કમિટી અને સલાહકાર કમિટી દ્વારા સૌ સભ્યોને સમયસર હાજર રહેવા હાર્દિક વિનંતી કરવામાં આવી છે.
