રાજકોટ, ૧૫ ઓક્ટોબર ૨૦૨૫:
તીરૂપતિ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા રુદ્રાક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટ 2025 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૬ વાગ્યાથી શરૂ થયેલી ટુર્નામેન્ટ રાત્રે ૩ વાગ્યા સુધી ઉત્સાહભેર ચાલી.
આ સ્પર્ધામાં કુલ ૭ ટીમોએ ભાગ લીધો હતો. તમામ લીગ મેચો ૧૦ ઓવરના રમાયા અને ફાઇનલ પણ ૧૦ ઓવરના ફોર્મેટમાં યોજાયો. દરેક ટીમ બ્લેક અને વ્હાઇટ ડ્રેસ કોડમાં મેદાનમાં ઉતરી હતી. મેચ બાદ તમામ ખેલાડીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
મેગા ફાઇનલમાં વિશ્વકર્મા લાયન્સ – A એ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે MG ઇન્ટીરીયર ને હરાવી વિજેતા ટ્રોફી પર કબજો જમાવ્યો. વિશ્વકર્મા લાયન્સ – A ના કેપ્ટન અનુજ કારગથરા ને વિજેતા કપ આપવામાં આવ્યો જ્યારે રનર-અપ કપ MG ઇન્ટીરીયર ના કેપ્ટન નીલેશ વિશવાડિયા ને અપાયો.
ટુર્નામેન્ટ દરમ્યાન બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ અને સુપર સિક્સર કપ જેવા વિવિધ પુરસ્કારો પણ વિતરણ કરવામાં આવ્યા. સમગ્ર ટુર્નામેન્ટના સ્કોર ઓનલાઈન એપ્લિકેશન Cricheros મારફતે લાઇવ પ્રસારિત કરવામાં આવ્યા.
આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં દીપકભાઈ પીલોજપરા, ધવલભાઈ બકરાણીયા અને અશ્વિનભાઈ બકરાણીયા નું વિશેષ યોગદાન રહ્યું.
(રિપોર્ટ : ધવલભાઈ બકરાણીયા, રાજકોટ)


