શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવમાં ચોથા નોરતે ગરબાની જમાવટ..

 રાજકોટ, તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ –
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫માં ચોથા નોરતે ખેલૈયાઓએ ઉમંગભેર ગરબા રમ્યો હતો. હજારો ખેલૈયાઓ મેદાનમાં ઉતરી માતાજીના ગીતો પર ગરબાની જમાવટ કરી હતી, જ્યારે અસંખ્ય જ્ઞાતિજનો ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો.

માતાજીની આરતીનો લાભ શ્રી ગજ્જર સર્વિસ ગ્રુપ ભાઈઓ-બહેનો, તેમજ ભાડેશિયા અને સીનરોજા પરિવારે પરિવાર સાથે મેળવી વિશેષ ધાર્મિક વાતાવરણ સર્જ્યું હતું.

આજે વિવિધ કેટેગરીમાં પ્રિન્સ-પ્રિન્સેસ અને વેલ ડ્રેસ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો એનાયત થયા. દીકરાઓમાં પ્રિન્સ ગોવિંદિયા કૃષિવ નીરવભાઈ અને વેલ ડ્રેસ કરગથરા દક્ષ કેતનભાઈ, દીકરીઓમાં પ્રિન્સેસ ધ્રાંગધરિયા યશવી ઉમેશભાઈ અને વેલ ડ્રેસ ગજ્જર વડગામા ક્રિના પરાગભાઈને સન્માન મળ્યું. બહેનોમાં પ્રિન્સેસ ત્મહિધરીયા હેતવી કેતનભાઈ અને સાંકડેચા પ્રિયાંશી મનોજભાઈ જ્યારે ભાઈઓમાં ખરેચા ત્રિયુગ પિયુષભાઈ અને જાદવાણી જેવિન રવિભાઈ વિજેતા બન્યા.

ઇનામો શ્રી મહેશભાઈ કુંવરજીભાઈ ભાડેશિયા (વિશ્વકર્મા ઇન્સ્ટ્રીઝ, રાજકોટ), શ્રી રસિકભાઈ બદ્રકિયા (પ્રમુખશ્રી), શ્રી મુકેશભાઈ (અધ્યક્ષશ્રી) અને શ્રી હર્ષદભાઈ બકરાણીયા (ઉપપ્રમુખશ્રી) તથા જ્ઞાતિના આગેવાનોના હસ્તે વિતરિત કરવામાં આવ્યા હતા.

ભાડેશિયા પરિવારના ખાસ ઉપસ્થિત રહેલા સભ્યોએ ખેલૈયાઓને પ્રોત્સાહન આપ્યું અને કાર્યક્રમને ભવ્યતા આપી.

અહેવાલ: નિતિન બદ્રકિયા, રાજકોટ



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું