અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબા રમીને નવરાત્રીને આવકારતા શ્રી એ.વી. જસાણી શાળાના ભૂલકાઓ

Date: 22-09-2025

અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબા રમીને નવરાત્રીને આવકારતા શ્રી એ.વી. જસાણી શાળાના ભૂલકાઓ : બાળકોને ઇનામ વિતરણ

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ સંચાલિત શ્રી એ.વી. જસાણી વિદ્યામંદિરના નાના નાના નર્સરી થી ધોરણ 5 સુધીના તથા બીજા દિવસે ધો.6 થી ધો.12 ના ભૂલકાઓ એ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સિનિયર સિટીઝન હોમના પટાંગણમાં ગરબે ઘૂમીને નવરાત્રીને આવકારી હતી.

નવલા નોરતાની રઢિયાળી રાતને આવકારતા શ્રી એ.વી. જસાણી વિદ્યામંદિર તેમજ બાલાશ્રમના બાળકો મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા.

આ પ્રસંગે બાલાશ્રમના હોદ્દેદારો સર્વશ્રી અરુણાબા ચુડાસમા, રામભાઈ,નંદિતાબેન બક્ષી, સમીરભાઈ મહેતા, સી.એચ.પટેલ સાહેબ પ્રવીણભાઈ, આશિષભાઈ, મીરાબેન, કેયુરભાઈ, પ્રદીપભાઈ વગેરે ઉપસ્થિત રહી વિજેતા થયેલ બાળકોને ઇનામ વિતરણ કરેલ. શાળાના પ્રિન્સિપાલ શ્રી જલ્પાબેન પંડ્યા તથા શ્રી આનલબેન મહેતા તથા શાળાના તમામ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા તથા સંચાલન કરેલ. બે દિવસીય ગરબા મહોત્સવમાં પ્રથમ દિવસે નર્સરી થી ધો. 5 સુધીના તેમજ બીજા દિવસે ધો. 6 થી ધો.12 સુધીના બાળકો તથા તેમના વાલીઓએ ગરબા રમવાનો લ્હાવો લીધેલ હતો. ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની બંને શાળાના બાળકોએ અત્યંત ઉત્સાહભેર ગરબા રમીને સૌને આનંદિત કરી દીધેલ અને ઉપસ્થિત બાલાશ્રમના હોદ્દેદારો ઉપરાંત વાલીઓએ તાલીઓના ગડગડાટથી વધાવી આશીર્વાદ આપેલ હતા.

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ વેલકમ નવરાત્રીને આવકારવા માટે યોજાયેલ શ્રી એ.વી.જસાણી વિદ્યામંદિર ના બાળકોના બે દિવસના ગરબા મહોત્સવમાં ટ્રસ્ટના શ્રી દિવ્યેશભાઈ જસાણી,હેમાલીબેન પટેલ, અશ્વિનભાઈ કુંભાણી સહિત બાલાશ્રમના આજીવન સભ્યો તથા શાળા પરિવારના શિક્ષકો તથા સ્ટાફ પરિવાર સહિત ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ગરબા મહોત્સવમાં જજ તરીકે શાળાના શિક્ષકો છાયાબેન, હેતલબેન, દેવાંગીબેન તથા બિંદીયાબેન ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સેવા આપેલ..

આચાર્ય, શ્રી એ. વી. જસાણી વિદ્યામંદિર ગોંડલ રોડ, રાજકાટ -


 રિપોર્ટ : રાજુભાઈ મહેતા, (સાંજ સમાચાર)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું