દિવાળી પ્રદર્શન અને સેલ: નારી શક્તિ દ્વારા કળાનું અનોખું પ્રદર્શન


રાજકોટ : ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર – GHP ગ્રુપની મહિલા પાંખ નારી શક્તિ દ્વારા દિવાળીના પાવન અવસર નિમિતે ખાસ બે દિવસીય પ્રદર્શન અને સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન ૮ અને ૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રાજકોટના સ્કાય મોલ (ત્રીજો માળ, દુકાન નં. ૩૨૮, એસ.ટી. વર્કશોપ બાજુ, ગોંડલ રોડ) ખાતે સવારે ૧૦ થી સાંજે ૮ વાગ્યા સુધી યોજાશે.

આ પ્રસંગે સમાજની બહેનો દ્વારા સ્વનિર્મિત આકર્ષક વસ્તુઓ જેમ કે દિવાળી ડેકોરેશન કોડીયા, દિવા, તોરણ, રંગોળી, સાથીયા, માતાજીના પગલાં, હોમમેડ ચોકલેટ્સ, મુખવાસ, ગીફ્ટ હેમ્પર્સ અને હોમ ડેકોરેશન આઈટમ્સ ઉપલબ્ધ રહેશે. માત્ર ₹100ના નામમાત્ર ચાર્જ પર બહેનોને પ્રદર્શન માટે ટેબલ આપવામાં આવશે.

આ આયોજનનો મુખ્ય હેતુ બહેનોની કળા, શક્તિ અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાનો છે. આયોજનકર્તા કિરણબેન વડગામા (૯૯૨૫૬૧૨૯૨૫) અને અમીષાબેન જાદવાણી (૯૦૩૩૪૦૭૧૬૩)એ બહોળા પ્રમાણમાં હાજરી આપવા સૌને આહ્વાન કર્યું છે.

(રિપોર્ટ : હિરેનભાઈ કલોલીયા, રાજકોટ)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું