અમદાવાદ, 26 સપ્ટેમ્બર 2025 – શ્રી વિશ્વકર્મા દાદાની કૃપાથી શ્રી સમસ્ત વિશ્વકર્મા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન-૧૫ તથા પસંદગી મેળો આવનાર રવિવાર, તા. ૫ ઓક્ટોબર 2025ના રોજ બપોરે ૧ થી ૬ કલાકે અમદાવાદ ખાતે યોજાશે. આ મહાસંમેલનમાં યુવક-યુવતીઓ માટે વ્યક્તિગત પરીચય સાથે સગપણ બાકી યાદી તથા વસ્તી ગણતરી પણ કરવામાં આવશે.
આ આયોજનમાં કોઈપણ અટક કે શાખાનો ભેદભાવ રાખ્યા વગર દરેક લુહાર જ્ઞાતિબંધુઓને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. ખાસ કરીને અપરણિત, વિધવા, છુટાછેડા વાળા તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના સોરઠીયા, મચ્છુ કઠીયા, પંચાલ અને મિસ્ત્રી લુહાર સમાજના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમનું એન્કરીંગ હર્ષાબેન ભરતભાઈ મારૂ (પોરબંદર) તથા યોગેશભાઈ સોલંકી (રાજકોટ) સંભાળશે. સ્થળ તરીકે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમ, નવા વાડજ, અમદાવાદ નક્કી કરાયું છે.
સ્નેહ મિલન દરમિયાન ચા, પાણી અને અલ્પાહારની વ્યવસ્થા નિઃશુલ્ક રહેશે તેમજ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. આ આયોજન અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સહકારથી સંપન્ન થવાનું છે.