તા.૨૫/૦૯/૨૦૨૫
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫માં ત્રીજા નોરતે ખેલૈયાઓ નવરાત્રીમાં ખૂબ આનંદ ઉલ્લાસ સાથે મજા કરી.
ત્રીજા નોરતે ખેલૈયાઓએ ખૂબ જોશમાં આવીને મન મૂકીને ગરબે રમ્યા હતાં. આજે હજારો ખેલૈયાઓ રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. સાથે સાથે ત્રીજા નોરતાંની આરતી માટે શ્રી ગજજર સખી વૃંદના બહેનો, બદ્રકિયા અને ખંભાયતા પરિવારના તમામ સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો.
આજના દિવસે ભાઈઓમાં પ્રિન્સ - ૧ પીસવાડીયા કરણ મનોજભાઈ, પ્રિન્સ - ૨ ખારેચા નિવ અમિતભાઈ, અને વેલ ડ્રેસ સંચાણીયા માનસ ધર્મેશભાઈ, બહેનોમાં પ્રિન્સેસ - ૧ ત્રેટિયા જાનવી અરવિંદભાઈ, પ્રિન્સેસ - ૨ સુરેલિયા દિયા જયેશભાઈ અને વેલ ડ્રેસ સાંકડેચા અંકિતા પરેશભાઈ, તેમજ ૭ થી ૧૨ વર્ષના દીકરા ઓમાં પ્રિન્સ - ૧ ગોવિંદિયા હેતિક નીરવભાઈ, વેલડ્રેસ પંચાસરા આલોક પ્રકાશભાઈ, દીકરીઓમાં પ્રિન્સેસ - ૧ આમરણીયા દિશા મનોજભાઈ અને વેલ ડ્રેસ ગજ્જર હાર્દિ તેજસકુમારને ઈનામો ત્રીજા નોરતાના ઇનામના દાતાશ્રી શ્રી રિતેશભાઈ ધ્રાંગધરિયા અને નિમેશભાઈ ધ્રાંગધરિયા, ચંદુભાઈ ધ્રાંગધરિયા, બોન્નીટેક અને બોનાફ્લેક્સ કંપની રાજકોટ, શ્રી રસિકભાઈ બદ્રકિયા પ્રમુખશ્રી, શ્રી મુકેશભાઈ અધ્યક્ષશ્રી અને શ્રી હર્ષદભાઈ બકરાણીયા, ઉપપ્રમુખશ્રી અને રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના કાર્યકર્તાઓના હસ્તે આપવામાં આવ્યા હતા. ખાસ શ્રી રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને રાજકોટ શહેર મહિલા ભાજપના અધ્યક્ષ કિરણબેન માકડિયા તેમજ વોર્ડ નં. ૧ ન કોર્પોરેટર શ્રી હિરેનભાઈ ખીમાણીયા ખાસ ઉપસ્થિત રહી તમામ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
અહેવાલ માહિતી નિતિન બદ્રકિયા, રાજકોટ