બીજું નોરતું : શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫, રાજકોટમાં બીજા નોરતે ખેલૈયાઓએ જમાવટ કરી.

 તા.૨૪/૦૯/૨૦૨૫ 

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫માં બીજા નોરતે ખેલૈયાઓ ગરબા અને માતાજીના ડાક પર જોરદાર જમાવટ કરી.

બીજા નોરતે ખેલૈયાઓએ ખૂબ જોશમાં આવીને મૂકીને ગરબે રમવા આવ્યા હતાં. ત્યારે હજારો ખેલૈયાઓ રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. સાથે સાથે બીજા નોરતાંની આરતી માટે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના તમામ સભ્યો તેમજ વડગામા પરિવાર અને બકરાણિયા પરિવારના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. 

આજના દિવસે ભાઈઓમાં પ્રિન્સ - ૧ સીતાપરા જેનીલ ધવલભાઈ, પ્રિન્સ - ૨ સંચાણીયા અજય ગિરીશભાઈ, અને વેલ ડ્રેસ પંચાસરા કેવલ નિતિનભાઈ, બહેનોમાં પ્રિન્સેસ - ૧ પેશાવરિયા અમી કનકભાઈ, પ્રિન્સેસ - ૨ જાદવાણી જાનવી સુભાષકુમાર અને વેલ ડ્રેસ પંચાસરા દિયા પ્રકાશભાઈ, તેમજ ૭ થી ૧૨ વર્ષના દીકરા ઓમાં પ્રિન્સ - ૧ સાંકડેચા આદિત્ય અનિલભાઈ, વેલડ્રેસ તલસાણીયા નક્ષ નીરવભાઈ, દીકરીઓમાં પ્રિન્સેસ - ૧ વિરમગામા આરોહી નિલેશભાઈ અને વેલ ડ્રેસ પંચાસરા પૂજા અજયભાઈ ને ઈનામો બીજા નોરતાના ઇનામના દાતાશ્રી શ્રી જીગ્નેશભાઈ સંચાણીયા અને સુનિલભાઈ સીનરોજા, ઇનોવેટિવ મોલ્ડ વર્ક્સ, રાજકોટ, શ્રી રસિકભાઈ બદ્રકિયા પ્રમુખશ્રી, શ્રી મુકેશભાઈ વડગામા, અધ્યક્ષશ્રી, શ્રી હર્ષદભાઈ બકરાણીયા, ઉપપ્રમુખશ્રી તેમજ ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ, કારોબારી સભ્યો તેમજ પડધરી મોવૈયા ગ્રામ્ય વિસ્તાર ગુર્જર સુતાર જ્ઞાતિ ના પ્રમુખશ્રી સતીશભાઈ વડગામા, મંત્રીશ્રી રવિભાઈ ધ્રાંગધરિયા, ટ્રસ્ટી શ્રી મનીષભાઈ પંચાસરા, સભ્યશ્રી નરેન્દ્રભાઈ બકરાણીયા અને હાર્દિકભાઈ પંચાસરા તેમજ રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ ના કાર્યકર્તાઓના હસ્તે આપવામાં આવ્યા હતા. ખાસ શ્રી જીગ્નેશભાઈ સંચાણીયા, રમણીકભાઈ સંચાણીયા અને પારસભાઈ સંચાણીયાએ ઉપસ્થિત રહી તમામ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

અહેવાલ માહિતી નિતિન બદ્રકિયા, રાજકોટ















ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું