શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫માં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા.
પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા આવ્યા હતાં. આ વખતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા નવા રંગ રૂપ સાથે અર્વાચીન રાસોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે હજારો ખેલૈયાઓ રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. સાથે સાથે પ્રથમ નોરતાંની આરતી માટે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર આરતી મંડળના તમામ સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો.
આજના દિવસે ભાઈઓમાં પ્રિન્સ - ૧ શ્રી દીક્ષિત મહેશભાઈ સુરેલિયા, પ્રિન્સ - ૨ ભાવિન રમણીકભાઈ જાદવાણી, અને વેલ ડ્રેસ શ્રી સુજલ હિમાંશુભાઈ પંચાસરા, બહેનોમાં પ્રિન્સેસ - ૧ ઊર્મિ યોગેશભાઈ સાંકડેચા, પ્રિન્સેસ - ૨ ધાર્મી ભાવિનભાઈ સંચાણીયા અને વેલ ડ્રેસ ધારાબેન જોલપરા, તેમજ ૭ થી ૧૨ વર્ષના દીકરા ઓમાં પ્રિન્સ - ૧ આલોક કેતનભાઈ કરગથરા, વેલડ્રેસ શ્રી રક્ષિત અમિતભાઈ ખારેચા, દીકરીઓમાં પ્રિન્સેસ - ૧ હેત્વી મયુરભાઈ પંચાસરા અને વેલ ડ્રેસ ખુશી યોગેશભાઈ છાત્રાલિયાં ને ઇનામો પ્રથમ નોરતાના ઇનામના દાતાશ્રી શ્રી પ્રદિપભાઈ વાલંભીયા, સેન્ટ્રલ એન્જિનિયરિંગ, રાજકોટ, શ્રી રસિકભાઈ બદ્રકિયા પ્રમુખશ્રી, શ્રી મુકેશભાઈ વડગામા, અધ્યક્ષશ્રી, શ્રી હર્ષદભાઈ બકરાણીયા, ઉપપ્રમુખશ્રી તેમજ ટ્રસ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ, કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તાઓના હસ્તે આપવામાં આવ્યા હતા. ખાસ શ્રી પ્રદિપભાઈ વાલંભીયાએ ઉપસ્થિત રહી તમામ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
અહેવાલ માહિતી નિતિન બદ્રકિયા, રાજકોટ