દિલ્હીમાં યોજાયેલ ભવ્ય સંગોષ્ઠી કાર્યક્રમમાં કરમસદની લુહાર શિક્ષિકા તેજલબેન સુથાર ને સન્માનિત કરાયા



તાજેતરમાં તા ૧૯,૨૦,૨૧ સપ્ટે.૨૦૨૫ ના રોજ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ ( Gujarat Educational Cultural Forum ) દ્વારા બાળવાર્તા અભિયાન અંતર્ગત દેશની રાજધાની દિલ્હીના ગુજરાતી સમાજમાં સિવિક એજ્યુકેશન ( નાગરિક શિક્ષણ ) ના વિષય પર ભવ્ય સંગોષ્ઠી ( Conference -8 )નું આયોજન શ્રી તખુભાઈ સાંડસૂર અને શ્રી શ્યામજીભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાના આશરે ૫૫ શિક્ષકોએ હાજર રહી ,સક્રિય રીતે ચર્ચામાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ : બાળકોને કંઈ રીતે આગળ વધારવા અને નવી દિશા તરફ પગરાણ મંડાવવા

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ શિક્ષકોને રાજકીય વિદ્વાન અને 'રાજનીતિ કી પાઠશાળા' ના સંસ્થાપક ડો. અજય પાંડેજીના વરદ હસ્તે "બાલસાથી સન્માન" અને મેડલથી નવાઝવામાં આવ્યા હતા. વિશેષ આકર્ષણનું કેન્દ્ર આ અવસરે "ઘટ અને ઘડવૈયા" નામક પુસ્તકનું વિમોચન ગુજરાતી સમાજનાં સેક્રેટરી અને ચાર્ટર્ડ એકાઉન્ટ શ્રી હિતેશભાઈ અંબાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ જેમાં બાળકોના વિકાસમાં ઉપયોગી થાય તેવી માહિતી અને પ્રવુત્તિઓ પ્રકાશિત કરવામાં આવી છે, જે શિક્ષકગણ,બાળકો અને ઉપસ્થિત મહેમાનો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી .લુહાર સુથાર સમાજ માટે ગૌરવની વાત એ છે કે આણંદ જીલ્લાના કન્વીનર ડૉ. પ્રદીપસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક એવોર્ડ મેળવી ચૂકેલ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના કાસોર ગામના શિક્ષિકા બહેનશ્રી તેજલબેન સુથારને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓની સાથે તેમના ભાઈ શ્રી મિલનભાઈ સુથાર ,ડૉ કિરીટભાઈ ચૌહાણ ,શ્રીમતી ઇલાબેન ચૌહાણ,શ્રી કૃણાલભાઈ ચૌહાણ,શ્રી મુકેશકુમાર મહીડા ,શ્રી જયેશકુમાર સોલંકી,શ્રી શૈલેષકુમાર સોલંકી,શ્રી બુધ્ધિસાગર વસાવાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના વક્તવ્યમાં તેજલબેન સુથારે પોતાના અનુભવથી સૌ ને વાકેફ કર્યાં અને જણાવ્યું કે કેવી રીતે તેઓ પોતાની શાળામાં બાળકોને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.? તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે બાળકોને સાચી દિશામાં લઈ જવા માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.આ શૈક્ષણિક મંચ દ્વારા બાળકોને માટે ખૂબ ઉત્તમ કામગીરી થઇ રહી છે જેનો પોતે એક ભાગ હોવાનો ખૂબ જ ગર્વ અનુભવે છે.કાર્યક્રમનું સંચાલન પ્રસિદ્ધ વક્તા શ્રી ભગવતદાન ગઢવીએ પોતાના અનોખા ડાયરાના અંદાજમાં કર્યું હતું. ફોટોગ્રાફર શ્રી સંજયભાઈએ કાર્યક્રમની ક્ષણને યાદગાર બનાવવા કેમેરામાં કેદ કરી હતી.ઉપસ્થિત તમામ શિક્ષકોને "બાલસાથી સન્માન" થી નવાઝવામાં આવ્યા બાદ આભારવિધિ બાદ સૌ ને દિલ્હી દર્શન માટે લઇ જવામાં આવ્યા, જેમાં ઇન્ડિયા ગેટ, કુતુબમિનાર, લાલ કિલ્લો, રાજઘાટ,સંસદ ભવન, જામા મસ્જિદ, અક્ષરધામ, ચાંદની ચોક, જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા સૌ હર્ષભેર છૂટા પડ્યા

માહિતી : શિક્ષિકા તેજલબેન સુથાર ,કરમસદ 

આલેખન : અશોકભાઈ પીઠવા, વલ્લભ વિદ્યાનગર,

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું