રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ–૨૦૨૫ અંતર્ગત આસો સુદ અષ્ટમીના દિવસે માતાજીની સમૂહ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ રાસોત્સવનો આનંદ ખેલૈયાઓ લઈ રહ્યા છે અને આવનારા મંગળવાર, તા. ૩૦-૦૯-૨૦૨૫ના રોજ રાત્રે ૧૦.૩૦ કલાકે વિશેષ સમૂહ મહાઆરતી યોજાશે. આ વિશેષ સમૂહ મહાઆરતી પી.ડી. માલવીયા કોલેજ સામે, ગોંડલ રોડ પર આવેલ મેદાન માં રાખવામાં આવ્યું છે.
મહાઆરતીના આ પાવન પ્રસંગે માતાજીની સ્તુતિ સાથે દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાશે, જેમાં સમાજના જ્ઞાતિજનો તથા ભક્તોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને યાદગાર બનાવવા અધ્યક્ષશ્રી મુકેશભાઈ આર. વડગામા, પ્રમુખશ્રી રસિકભાઈ ડી. બદ્રકીયા, માનદ્ મંત્રીશ્રી પ્રદિપભાઈ કે. કરગથરા સહિત ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ દ્વારા આમત્રણ આપવામાં આવ્યું છે.