અમદાવાદ: નવરાત્રીનો પાવન પર્વ માતાજીની ઉપાસનાનો છે, માત્ર મોજ-મજાનો નહીં. શ્રી પંચ દશનામ જુના અખાડા, કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુએ યુવાનોને આ સંદેશ આપ્યો છે. તેમણે ખાસ કરીને બહેનો અને દીકરીઓને સલાહ આપી છે કે ગરબા રમવા કરતાં વિધર્મીઓથી વધુ સાવચેત રહે.
છુપી ઓળખ અને લવ જેહાદનો ખતરો
મહંત ઇન્દ્રભારતી બાપુએ ચેતવણી આપતા જણાવ્યું કે, કેટલાક તત્વો નવરાત્રી જેવા તહેવારોમાં પોતાની ઓળખ છુપાવીને યુવતીઓને નિશાન બનાવે છે. આવા લોકો યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે છેતરપિંડી કરે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "બહેનો-દીકરીઓ દાંડિયા ઓછા રમજો પણ વિધર્મીઓથી સાવચેત રહો." આ નિવેદન તેમણે લવ જેહાદના વધી રહેલા કિસ્સાઓ અને ધર્મ પરિવર્તનના પ્રયાસોના સંદર્ભમાં આપ્યું છે.
આપણે આપણા ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું જોઈએ, અને આવા તત્વો સામે સતર્ક રહેવું જોઈએ.
Ads...