નવાગામ કેરેસિલ કંપનીના માલિક ચિરાગભાઈ પારેખ દ્વારા દિવ્યાંગજનો માટે જન્મદિવસની અનોખી ઉજવણી


નવાગામ: નવાગામ સ્થિત કેરેસિલ કંપનીના માલિક શ્રી ચિરાગભાઈ પારેખે તાજેતરમાં પોતાના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે કરી હતી. આ પ્રસંગે તેમણે ૨૧ દિવ્યાંગજનોને ટ્રાયસિકલનું વિતરણ કરીને સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનોને ચા-પાણી અને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. ચિરાગભાઈના સરળ અને પરોપકારી સ્વભાવે સૌના દિલ જીતી લીધા હતા. તેમની આ ઉમદા પહેલ બદલ સૌ દિવ્યાંગજનોએ તેમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા.

આ સરાહનીય કાર્યક્રમ 'અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, ભાવનગર'ના સહયોગથી યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મોરડીયા, સ્પોર્ટ્સ ચેરમેન શ્રી નરેશભાઈ દવે, શ્રીમતી ઈલાબેન દવે, ડોનેશન કમિટીના ચેરમેન શ્રી મનસુખભાઈ કનેજીયા અને મેનેજર શ્રી પ્રકાશભાઈ જોષી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ડોનેશન કમિટીના ચેરમેન શ્રી મનસુખભાઈ કનેજીયાએ સંસ્થા અને દિવ્યાંગ ભાઈ-બહેનો વતી શ્રી ચિરાગભાઈ પારેખને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે દિવ્યાંગજનોના પ્રશ્નો અને સંસ્થામાં લિફ્ટની જરૂરિયાત અંગે શ્રી ચિરાગભાઈ સમક્ષ રજૂઆત પણ કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેરેસિલ કંપનીના સ્ટાફ અને ખાસ કરીને શ્રી સિદ્ધાર્થસિંહ ઝાલા, શ્રી મયુરસિંહ અને સંસ્થાના મંત્રી શ્રી દિનકરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રકારના સમાજસેવાનાં કાર્યો અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

રિપોર્ટ : મનસુખભાઇ કનેજીયા, સિહોર

-------

Ads..




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું