રાજકોટમાં શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫ નું ભવ્ય આયોજન થશે..!!

રાજકોટ, તા.૧૪,૦૮,૨૦૨૫ : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ અને અન્ય સહયોગી સંસ્થાઓના સહકારથી આ રાસોત્સવ આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ (સોમવાર) થી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર) દરમિયાન યોજાશે.
આ ઉત્સવનું આયોજન રાજકોટના ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવીયા કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં તમામ ખેલૈયાઓ પારિવારિક માહોલમાં રાસની રમઝટ બોલાવી શકે તે પ્રકારનું જાજરમાન આયોજન કરાયું છે.
રાસોત્સવમાં ભાગ લેવા ઈચ્છુક ખેલૈયાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ખેલૈયાઓએ પાસ મેળવવા માટે પોતાનું આધાર કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નિયત ડોનેશન જમા કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટેનું સ્થળ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર, શ્રી વિશ્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા, રાજકોટ રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ પછી પાસના ડોનેશનમાં ૨૦% નો વધારો થશે. આથી, આયોજન સમિતિ દ્વારા વહેલી તકે પોતાના પાસ મેળવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. પાસ ઇશ્યુ કરવાની સત્તા ફક્ત આયોજન સમિતિ પાસે જ રહેશે.
આયોજન અંગે વધુ માહિતી માટે, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકીયા અથવા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઇ બકરાણીયાનો સંપર્ક કરી શકાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું