વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ વિભાગના સહમંત્રી તરીકે દિનેશભાઈ ગજ્જરની નિમણૂક


ભુજ: વિશ્વકર્મા વંશજ, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ગૌરવ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા વડીલ શ્રી દિનેશભાઈ ગજ્જરને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કચ્છ વિભાગના સહમંત્રી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી સમગ્ર જ્ઞાતિ અને સમાજમાં હર્ષની લાગણી છવાઈ છે.

દિનેશભાઈ ગજ્જર લાંબા સમયથી સામાજિક અને ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા છે. તેમણે હંમેશા રાષ્ટ્રહિત અને સમાજસેવાને પ્રાધાન્ય આપ્યું છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં રાખીને VHP દ્વારા તેમને આ નવી જવાબદારી આપવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ એ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે કાર્ય કરતી એક અગ્રણી સંસ્થા છે. દિનેશભાઈ ગજ્જર જેવા સમર્પિત વ્યક્તિને આ પદ મળવાથી કચ્છ વિભાગમાં સંસ્થાના કાર્યોને વધુ વેગ મળશે. તેમના નેતૃત્વ હેઠળ VHPના કાર્યો નવી ઊંચાઈઓ સર કરશે એવી આશા રાખવામાં આવી રહી છે.

આ નિમણૂક બદલ દિનેશભાઈને સર્વત્રથી અભિનંદન મળી રહ્યા છે. વિશ્વકર્મા વંશજ તરીકે તેમનું આ ગૌરવપૂર્ણ સ્થાન તેમની જ્ઞાતિ માટે પણ ગર્વનો વિષય છે.

નિમણૂક બાદ દિનેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ આ જવાબદારીને પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવશે અને રાષ્ટ્ર તથા ધર્મના હિત માટે હંમેશા કાર્યરત રહેશે. તેમણે આ તક આપવા બદલ વિશ્વ હિન્દુ પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રભુ વિશ્વકર્મા તેમને રાષ્ટ્રહિતના કાર્યો કરવાની શક્તિ અને પ્રેરણા આપતા રહેશે.

(માહિતી : રોનક ગજ્જર,ભુજ)

-------

Ads.



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું