વડોદરામાં શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન


વડોદરા: શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રવિવાર, ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ યોજાશે, જેમાં ધોરણ ૧ થી ૧૨ અને ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે અને તેમને શિષ્યવૃત્તિ પણ અર્પણ કરાશે.

આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ, શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જર હાજરી આપશે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (વાસદ) ના આસિસ્ટન્ટ પ્રોફેસર, પારુલબેન વી. બકરાણીયા પણ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની શરૂઆત સવારે ૦૯:૩૦ કલાકે થશે. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા બાદ, બપોરે ૧૨:૩૦ કલાકે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, જીવનભારતી સ્કૂલ પાસે, કારેલીબાગ, વડોદરા ખાતે યોજાશે. મંડળના સભ્યો અને સમાજના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

-------

Ads.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું