લાગણીસભર અને પારિવારિક બકરાણીયા પરિવારના સ્નેહમિલન અને આશીર્વાદનો અવસર

 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના બકરાણીયા પરિવારના સહુ સ્નેહીજનોને જય વિશ્વકર્મા, સાદર નમસ્કાર, 

આપ સહુને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, શાખપુર મુકામે અંદાજે 40 પગથિયાં ચડતાં પરમ પૂજ્ય સુરાપુરા શ્રી કરશનબાપા બિરાજમાન છે. જ્યારે 365 પગથિયાં ચડતાં ડુંગરા ઉપર શ્રી ખોડીયાર માતાજી તથા સાત બહેનો બિરાજમાન છે. આ પવિત્ર સાધુ–સંતોની ભૂમિમાં ભજન તથા ભોજનનો અવિરત આનંદ છે. આપણા પરમ પૂજ્ય સુરાપુરા શ્રી કરશનબાપા તથા ડુંગરા પરથી માં ભગવતીના અવરીત આશીર્વાદ આપણા પરિવાર ઉપર વરસતા રહે છે.

આપણા પરમ પૂજ્ય સુરાપુરા શ્રી કરશનબાપા ના આંગણે આપણી પરંપરાને પ્રજ્વલિત રાખવા માટે દરેક વર્ષે વાર્ષિક ધાર્મિક કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. 

આ શુભ પ્રસંગ બાબતે સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, તા. ૨૩-૦૮-૨૦૨૫, શનિવારના રોજ પરમ પૂજ્ય શ્રી કરશન બાપા તથા શ્રી ખોડીયાર માતાજીના કૃપા ભર્યા આશીર્વાદથી અને બકરાણિયા પરિવારની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે જલ અર્પણ વિધિ તથા પારિવારિક ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. આ શુભ પ્રસંગે આગલા દિવસ એટલે કે તા. ૨૨-૦૮-૨૦૨૫, શુક્રવાર થી પધારવા માટે ભાવસભર વિનંતી સાથે આમંત્રણ છે. આપની ઉપસ્થિતિ આપણા પરિવાર માટે પરમ ગૌરવ તથા આશીર્વાદ સમાન રહેશે.

આ પાવન અવસરે બકરાણીયા પરિવાર, રાજકોટ તરફથી રૂ. ૫૦૦૧/- નું પૂર્વ રોકડ અનુદાન સ્વીકારવા નમ્ર વિનંતી છે.

 જય સુરાપુરા દાદા

૧ - શ્રી હર્ષદભાઈ રસિકભાઈ બકરાણીયા - રાજકોટ,(શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ઉપપ્રમુખશ્રી)

૨ - શ્રી કિશોરભાઈ બાબુભાઈ બકરાણીયા - રાજકોટ,(શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ સહમંત્રીશ્રી)

૩ - શ્રી સુધીરભાઈ ગોપાલજીભાઈ બકરાણીયા - રાજકોટ, (બકરાણીયા પરિવાર રાજકોટ તથા ખાનકોટડા માતાજી મઢ ના ઉપપ્રમુખ શ્રી )

૪ - શ્રી પ્રફુલભાઈ ભગવાનજીભાઈ બકરાણીયા - રાજકોટ (પ્રમુખ શ્રી ગજ્જર બેંક, રાજકોટ)

(માહિતી : શ્રી પ્રફુલભાઈ ભગવાનજીભાઈ બકરાણીયા)

--------

Ads.




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું