મોરબી: મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી અને સમાજસેવક શ્રી રાજેશભાઈ હિરાલાલ બદ્રકિયાની ભારત સરકાર, નવી દિલ્હી દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂક ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે થતાં તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
શ્રી રાજેશભાઈ બદ્રકિયા સમાજસેવામાં એક આગવું સ્થાન ધરાવે છે. તેઓ ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ, ખજાનચી અને ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂક્યા છે. મોરબી બાર એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી, મોરબી જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રથમ ચેરપર્સન, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના સેક્રેટરી અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય તરીકે પણ તેમણે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી છે.
શ્રી રાજેશભાઈ 1981થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેઓ હાલ મોરબી જિલ્લાના RSSના સામાજિક સદભાવ વિષયના સંયોજક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે RSS મોરબી જિલ્લાની બૌદ્ધિક, સંપર્ક, પ્રચાર, અને સહ-કાર્યવાહ જેવી અનેકવિધ જવાબદારીઓનું પણ સફળતાપૂર્વક વહન કર્યું છે.
શ્રી રાજેશભાઈની આ નવી જવાબદારી બદલ તેમને સમાજના વિવિધ વર્ગો અને સંસ્થાઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે. તેમની આ નિમણૂક કાયદાકીય અને સામાજિક ક્ષેત્રે તેમના બહોળા અનુભવ અને સેવાભાવનાનું સન્માન છે.
રિપોર્ટ : નીતિનભાઇ બદ્રકીયા, રાજકોટ
-------
Ads