પ્રાજસ્વ પુરસ્કાર કસોટી માં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે લુહાર સુથારની દિકરી :કાસોર કુમારશાળાના શિક્ષિકા તેજલબેન કિરીટભાઈ સુથાર
તાજેતરમાં તા:૨૪ ઓગષ્ટ ૨૦૨૫ રવિવારના રોજ ગાંધીનગરમાં પ્રાજસ્વ ફાઉન્ડેશન અને પ્રાજસ્વ ફોર એજ્યુકેશન દ્વારા પુસ્તક વિમોચન અને પ્રતિભા સન્માન કાર્યક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. પ્રાજસ્વ પ્રતિભા પુરસ્કાર કસોટી માં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા કરમસદના રહેવાસી અને કાસોર કુમારશાળાના શિક્ષિકા તેજલબેન કિરીટભાઈ સુથાર. પ્રાજસ્વ પ્રતિભા પુરસ્કાર કસોટી માં RTE એક્ટ 2009 અને રૂલ્સ 2012, કેન્દ્ર અને રાજ્ય સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓ, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ 2006 અને ભારતના બંધારણની સામાન્ય સમાજને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
તેજલબેનની આ સિધ્ધિ બદલ સમસ્ત લુહાર સુથાર સમાજ ગૌરવની લાગણી અનુભવે છે અને ઇષ્ટદેવશ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કરે છે કે તેઓ જીવનમાં પ્રગતિના સોપાન સર કરી પરિવાર અને લુહાર સુથાર સમાજનું નામ રોશન કરે.
આ કાર્યક્રમમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક (AEIAT) પુસ્તકનુ વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના લેખક -સંકલનકર્તા ડૉ. યુ.એન.રાઠોડ ( પૂર્વ જીલ્લા શિક્ષણાધિકારી ) અને શ્રી મહેશભાઈ મેહતા ( સંયુક્ત શિક્ષણ નિયામક અને કમિશ્નરેટ ઓફ સ્કુલ્સ, ગુ.રા. ગાંધીનગર ) છે. આ પુસ્તકનું વિમોચન ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રાજસ્વ પ્રતિભા પુરસ્કાર કસોટીમાં વિજેતા શિક્ષણવિદો અને વિજેતા વિદ્યાર્થીઓને સન્માન પત્ર, મદદનીશ શિક્ષણ નિરીક્ષકની પુસ્તિકા AEIAT, ગિફ્ટ અને ગાંધીજીનો ચરખો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓએ પ્રાજસ્વ ફાઉન્ડેશન અને પ્રાજસ્વ ફોર એજ્યુકેશન સંસ્થાનો ખુબ ખુબ આભાર માની સંસ્થા દ્વારા થતી શૈક્ષણિક પ્રવુત્તિઓને બિરદાવી હતી અને સંસ્થાના ફાઉન્ડર શ્રી ઉત્સવભાઈ ભટ્ટ( પૂર્વ મામલતદાર અને પૂર્વ ટી.ડી.ઓ. ) નો વિશેષ આભાર માન્યો હતો
રિપોર્ટ : અશોકભાઈ પીઠવા,વલ્લભ વિદ્યાનગર,
------
Ads