મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારની પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં 3014 તલાટી કમ મંત્રી તથા 998 જુનિયર ક્લાર્ક સહિત રાજ્ય સરકારની પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલા કુલ 4159 ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા.
નિમણૂક પત્રો મેળવ્યા બાદ તમામ નવનિયુક્ત ઉમેદવારોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફરજ પ્રત્યેની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.