રાજકોટ શહેરમાં અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા સમસ્ત લુહાર સમાજ માટે એક હૃદયસ્પર્શી અને પ્રથમવારની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સમાજમાં દીકરીઓને મળતી માન-મર્યાદા અને તેમના માતાપિતાને સન્માન આપવા હેતુથી આ પહેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટ્રસ્ટ તરફથી જણાવાયું છે કે જેઓના ઘરે બે અથવા બે થી વધુ દીકરીઓ છે, એવા પરિવારોને આ કાર્યક્રમમાં વિશેષ સન્માનિત કરવામાં આવશે. સન્માન માટે માતા-પિતા તથા દીકરીઓની હાજરી ફરજીયાત રહેશે.
કાર્યક્રમ માટે જરૂરી વિગતો:
માતા-પિતાનું સંપૂર્ણ નામ (અટક સહિત)
ઘરનું સરનામું
કેટલી દીકરીઓ છે
દીકરીઓનાં નામ અને ઉંમર
આ વિગત 20 ડિસેમ્બર, 2025 સુધી મોકલવાની રહેશે.
વિગતો મોકલવાનો નંબર: 📞 84018 05511
ટ્રસ્ટ મુજબ કાર્યક્રમ રાજકોટમાં જ યોજાશે. સ્થળ અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.
આ આયોજન સંપૂર્ણપણે નિશુલ્ક હોવાથી દરેક પાત્ર પરિવાર તેનો લાભ લઈ શકે છે.
લિમિટેડ સંખ્યામાં જ નોંધણી થનારી હોવાથી ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ આધારે નામ નોંધાશે.
સમાજ સેવા રૂપે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી કરાઈ છે.
