શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા 50મો સમૂહ લગ્નોત્સવ 8 ફેબ્રુઆરીએ


અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા ઈસ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની અશીમ કૃપાથી ભવ્ય 50મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ મહોત્સવ મહા વદ સાતમ, રવિવાર, 8 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉજવાશે. સમાજની એકતા, સંસ્કાર અને પરંપરાને ઉજાગર કરતો આ વિશાળ સમૂહ લગ્નોત્સવ દર વર્ષે જ્ઞાતિમાં અનોખું સ્થાન ધરાવે છે.

આયોજન મુજબ ગણેશ સ્થાપના સવારે 8:35 કલાકે, હસ્ત મેળાપ સવારે 11:00 કલાકે અને કન્યા વિદાય બપોરે 3:30 કલાકે કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે આ સમૂહ લગ્નોત્સવમાં કન્યા પક્ષ પાસેથી કોઈપણ પ્રકારની ફી કે રકમ લેવામાં આવતી નથી, જે સમાજના સેવા ભાવ અને સહયોગનું પ્રતિબિંબ છે.

લગ્નોત્સવ માટેનાં ફોર્મનું વિતરણ હાલ ચાલુ છે. અરજદારોને ફોર્મમાં જણાવેલ જરૂરી દસ્તાવેજો સાથે તા. 16-01-2026 પહેલા શાહપુર શાખામાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે મંડળની ચારેય શાખાઓ — શાહપુર, મણિનગર, વાડજ અને બાપુનગર — પર સંપર્ક કરવામાં આવી શકે છે.

આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં સાદગી, સેવા અને સંસ્કારની પરંપરાને મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું