વેજલપુરમાં “શ્રી વિશ્વકર્મા ગોપી મંડળ”ની રચના — સમાજની બહેનોનું સંગઠિત સેવાયજ્ઞમાં યોગદાન

અમદાવાદ: વેજલપુર ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની બહેનો દ્વારા એક નવી અને પ્રેરણાદાયી પહેલ રૂપે "શ્રી વિશ્વકર્મા ગોપી મંડળ" નામના ગ્રુપની રચના કરવામાં આવી છે. સમાજની સ્ત્રીઓમાં સંગઠિત કાર્યશક્તિ અને સામાજિક સેવાભાવના ઉદ્દેશ સાથે બનેલું આ ગ્રુપ, ટૂંકા સમયગાળામાં સમાજના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પોતાનું અગત્યનું યોગદાન આપીને પ્રશંસા પામી રહ્યું છે.

શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વિશ્વકર્મા પરિવાર, વેજલપુર (અમદાવાદ) દ્વારા આયોજિત વિશ્વકર્મા સંકુલના ભવ્ય લોકાર્પણ સમારોહના આયોજન કાર્યને સફળ બનાવવા માટે આ ગ્રુપે ખૂબ જ ટૂંકા સમયમાં સંગઠન બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે બહેનોના સમર્પણ અને વ્યવસ્થાપન શક્તિની સરાહના સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

આ ગ્રુપમાં હાલમાં આશરે અઢાર જેટલી બહેનો કાર્યરત છે, જેઓ આગામી સમયમાં પણ સમાજના હિતના કાર્યોમાં સક્રિય સહયોગ આપશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. “શ્રી વિશ્વકર્મા ગોપી મંડળ”ની સંચાલક તરીકે દક્ષાબેન રાજુભાઈ ભારદિયા સેવા આપી રહ્યા છે.

આ નવી પહેલ સમાજમાં સ્ત્રીશક્તિના ઉત્કર્ષનું પ્રતીક બની રહી છે અને ભવિષ્યમાં પણ આવા સંગઠનો દ્વારા સમાજ વિકાસના અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી થશે.

(રિપોર્ટ : દક્ષાબેન રાજુભાઈ ભારદિયા, અમદાવાદ)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું